SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપરોક્ત પાત્રતાની વાત લક્ષમાં રાખીને દષ્ટિના મૂળ વિષયભૂત તત્ત્વની સાથેસાથે તેને પહોંચી વળવાની પાત્રતારૂપ વૈરાગ્ય, ભક્તિ તથા કષાયની ઉપશાંતતા, દેવશાસ્ત્ર-ગુરુ પ્રત્યે બહુમાન-વિનય-ભક્તિ આદિ પ્રતિપાદક વાણી મુમુક્ષુ સમાજને સહાયરૂપ થાય એ આશયથી એક પુસ્તકનું પ્રકાશન કરવાની ભાવનાનો ઉદ્દભવ થતાં અમારું ધ્યાન તાજેતરમાં પ્રકાશન થએલ “પરમાગમ ચિંતામણિ' પુસ્તક ઉપર ઉડ્યું. અને પુસ્તકની દ્વિતીય આવૃત્તિનું પ્રકાશન કરવાનું (પરમોપકારી પૂ. ગુરુદેવશ્રીની જન્મ શતાબ્દી વર્ષમાં ) અમોએ નક્કી કર્યું. આ પુસ્તકમાં જુદા જુદા સો ગ્રંથોમાંથી ૨૦૨૫ રત્નોનું સંકલન કરવામાં આવેલ છે. જિનવાણીમાં અનેક જીવોને અનુલક્ષીને અનેક પ્રકારના કથનો આવે છે. એક બાજુ એમ કહેવામાં આવે કે “શાસ્ત્રમાં રમતી બુદ્ધિ પણ વ્યભિચારિણી છે.” (પરમાગમ ચિંતામણિ નં. ૩૦૪) બીજી બાજુ એમ કહેવામાં આવે કે “શાસ્ત્રમાં રમતી બુદ્ધિ મોક્ષની દૂતી છે.” (પરમાગમ ચિંતામણિ નં. ૨૦૧૭) આવા વિરોધાભાસ જેવા લાગતાં કથનો શાસ્ત્રમાં અનેક આવે છે ત્યાં આત્માર્થી જીવોએ દરેક કથનોનું તાત્પર્ય સમજીને, પોતાને હિત થાય એ રીતે તે ઉપદેશનું ગ્રહણ કરવું જોઇએ. વળી, શાસ્ત્રમાં ૧૧ માં ગુણસ્થાનેથી પડી જવાની વાત પણ આવે છે તો જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી જરા પણ સંતોષાયા વગર તેમ જ હુતાશ થયા વગર સાવધાન રહીને પુરુષાર્થ જ કરવો તેમ એ ઉપદેશનું તાત્પર્ય સમજવું જોઇએ. ગુરુગમથી આપણે જિનવાણીના ઉકેલની દષ્ટિ પ્રાપ્ત કરીને સમસ્ત જિનવાણીનો ઉપદેશ પોતાનું હિત થાય, પોતે ઊંચે ચડ, પોતાના પરિણામો ઉજ્જવળ બને અને જેમ જેમ આત્માની નીકટતા વધતી જાય એ રીતે જિનવાણીના સર્વ ઉપદેશનું ગ્રહણ કરવું જોઇએ. - એમ પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર ફરમાવતાં હતા. આ સંકલનમાં કેટલાક અપ્રસિદ્ધ ગ્રંથોમાંથી પણ કેટલીક ગાથાઓ લેવામાં આવેલ છે. દોહા-પાહુડ નામનો ગ્રંથ અપભ્રંશ ભાષાનો બહુ પ્રાચીન ગ્રંથ છે. તેના રચયિતા રામસિંહ મુનિરાજ છે. શ્રી અમૃતચંદ્ર આચાર્યદવે પંચાસ્તિકાયની ૧૪૬ મી ગાથાની ટીકામાં રામસિંહ મુનિરાજના પાહુડ-દોહાની ગાથા ૯૮ ઉધ્ધત કરી છે. (જુઓ, પરમાગમ ચિંતામણિ નં. ૨૯૫) તથા મોક્ષમાર્ગ પ્રકાશકમાં ૫. ટોડરમલજીએ પાહુડદોહાની ગાથા ૮પનો આધાર લીધો છે. (જુઓ, પરમાગમ ચિંતામણિ નં. ૨૯૬ ) આથી આ ગ્રંથની પ્રાચીનતા અને ગ્રંથકારની પ્રમાણિકતા સિદ્ધ થાય છે. | ઉપદેશ - સિદ્ધાંત – રત્નમાળા ગ્રંથ આચાર્ય ધર્મદાસજી રચિત છે. પંડિત શ્રી ટોડરમલજી ઉપર આ ગ્રંથકારની બહુ છાપ પડી છે. આથી મોક્ષમાર્ગ પ્રકાશક નીચે મુજબ ૯ જગ્યાએ આ ગ્રંથની ગાથાઓનો તેઓશ્રીએ આધાર આપેલ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy