SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ शुद्धपुद्गलपरमाणुना गृहीतं नभःस्थलमेव प्रदेशः। एवंविधाः पुद्गलद्रव्यस्य प्रदेशाः संख्याता असंख्याता अनन्ताश्च। लोकाकाशधर्माधर्मेकजीवानामसंख्यातप्रदेशा भवन्ति। इतरस्यालोकाकाशस्यानन्ताः प्रदेशा भवन्ति। कालस्यैकप्रदेशो भवति, अतः कारणादस्य कायत्वं न भवति अपि तु द्रव्यत्वमस्त्येवेति। (ઉપેન્દ્રવજ્ઞા) पदार्थरत्नाभरणं मुमुक्षोः कृतं मया कंठविभूषणार्थम्। अनेन धीमान् व्यवहारमार्ग बुद्ध्वा पुनर्बोधति शुद्धमार्गम् ॥५२॥ पोग्गलदव् मुत्तं मुत्तिविरहिया हवंति सेसाणि। चेदणभावो जीवो चेदणगुणवज्जिया सेसा॥३७॥ શુદ્ધપુગલપરમાણુ વડે રોકાયેલું આકાશસ્થળ જ પ્રદેશ છે (અર્થાત્ શુદ્ધ પુગલરૂપ પરમાણુ આકાશના જેટલા ભાગને રોકે તેટલો ભાગ તે આકાશનો પ્રદેશ છે). પુદ્ગલદ્રવ્યને *એવા પ્રદેશો સંખ્યાત, અસંખ્યાત અને અનંત હોય છે. લોકાકાશને, ધર્મને, અધર્મને તથા એક જીવને અસંખ્યાત પ્રદેશો છે. બાકીનું જે અલોકાકાશ તેને અનંત પ્રદેશો છે. કાળને એક પ્રદેશ છે, તે કારણથી તેને કાયપણું નથી પરંતુ દ્રવ્યપણું છે જ. [હવે આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :] [શ્લોકાર્થ –] પદાર્થોરૂપી - દ્રવ્યોરૂપી) રત્નોનું આભરણ મેં મુમુક્ષુના કંઠની શોભા અર્થે બનાવ્યું છે; એના વડે ધીમાન પુરુષ વ્યવહારમાર્ગને જાણીને, શુદ્ધમાર્ગને પણ જાણે છે. પર. છે મૂર્ત પુગલદ્રવ્ય, શેષ પદાર્થ મૂર્તિવિહીન છે; ચૈતન્યયુત છે જીવ ને ચૈતન્યવર્જિત શેષ છે. ૩૭. * આકાશના પ્રદેશની માફક, કોઈ પણ દ્રવ્યનો એક પરમાણુ વડે વ્યપાવાયોગ્ય જે અંશ તેને તે દ્રવ્યનો પ્રદેશ કહેવામાં આવે છે. દ્રવ્ય પુગલ એકપ્રદેશી હોવા છતાં પર્યાયે સ્કંધપણાની અપેક્ષાએ પુદ્ગલને બે પ્રદેશોથી માંડીને અનંત પ્રદેશો પણ સંભવે છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy