________________
કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ અધિકાર
[ ૩૭ भावानन्तचतुष्टयस्वरूपेण सहांचितपंचमभावपरिणतिरेव कारणशुद्धपर्याय इत्यर्थः । सायनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसद्भूतव्यवहारेण केवलज्ञानकेवलदर्शनकेवलसुखकेवलशक्तियुक्तफलरूपानंतचतुष्टयेन सार्धं परमोत्कृष्टक्षायिकभावस्य शुद्धपरिणतिरेव कार्यशुद्धपर्यायश्च। अथवा पूर्वसूत्रोपात्तसूक्ष्मऋजुसूत्रनयाभिप्रायेण षड्द्रव्यसाधारणाः सूक्ष्मास्ते हि अर्थपर्यायाः शुद्धा इति बोद्धव्याः। उक्तः समासतः शुद्धपर्यायविकल्पः।
इदानी व्यंजनपर्याय उच्यते। व्यज्यते प्रकटीक्रियते अनेनेति व्यञ्जनपर्यायः। कुतः ? लोचनगोचरत्वात् पटादिवत्। अथवा सादिसनिधनमूर्तविजातीयविभावस्वभावत्वात् , दृश्यमानविनाशस्वरूपत्वात्।
व्यंजनपर्यायश्च---पर्यायिनमात्मानमन्तरेण पर्यायस्वभावात् शुभाशुभमिश्रपरिणामेनात्मा જે સ્વભાવ અનંતચતુષ્ટયનું સ્વરૂપ તેની સાથેની જે પૂજિત પંચમભાવપરિણતિ (–તેની સાથે તન્મયપણે રહેલી જે પૂજ્ય એવી પારિણામિકભાવની પરિણતિ) તે જ કારણ શુદ્ધપર્યાય છે, એવો અર્થ છે.
સાદિઅનંત, અમૂર્ત, અતીન્દ્રિયસ્વભાવવાળા શુદ્ધ ભૂતવ્યવહારથી, કેવળજ્ઞાન કેવળદર્શનકેવળસુખકેવળશક્તિયુક્ત ફળરૂપ અનંતચતુષ્ટયની સાથેની (-અનંતચતુષ્ટયની સાથે તન્મયપણે રહેલી) જે પરમોત્કૃષ્ટ ક્ષાયિકભાવની શુદ્ધપરિણતિ તે જ*કાર્યશુદ્ધપર્યાયછે. અથવા, પૂર્વસૂત્રમાં કહેલા સૂક્ષ્મઋજુસૂત્રનયના અભિપ્રાયથી,છદ્રવ્યોને સાધારણ અને સૂક્ષ્મ એવા તે અર્થપર્યાયો શુદ્ધ જાણવા (અર્થાત્ તે અર્થપર્યાયો જ શુદ્ધપર્યાયો છે).
(એ રીતે) શુદ્ધપર્યાયના ભેદ સંક્ષેપથી કહ્યા.
હવે વ્યંજનપર્યાય કહેવામાં આવે છે : જેનાથી વ્યક્ત થાય—પ્રગટ થાય તે વ્યંજનપર્યાય છે. શા કારણે? પટાદિની (વસ્ટા વગેરેની) માફક ચક્ષુગોચર હોવાથી (પ્રગટ થાય છે); અથવા, સાદિસાંત મૂર્ત વિજાતીયવિભાવસ્વભાવવાળો હોવાથી, દેખાઈને નાશ પામવાના સ્વરૂપવાળો હોવાથી (પ્રગટ થાય છે).
પર્યાયી આત્માના જ્ઞાન વિના આત્મા પર્યાયસ્વભાવવાળો હોય છે; તેથી
* સહજજ્ઞાનાદિ સ્વભાવ અનંતચતુષ્ટયયુક્ત કારણશુદ્ધપર્યાયમાંથી કેવળજ્ઞાનાદિ અનંતચતુટ્યયુક્ત
કાર્યશુદ્ધપર્યાય પ્રગટે છે. પૂજનીય પરમપરિણામિકભાવપરિણતિ તે કારણશુદ્ધપર્યાય છે અને શુદ્ધ ક્ષાયિકભાવપરિણતિ તે કાર્યશુદ્ધપર્યાય છે.