________________
[ ૩૫૧
કહાનજૈનશાસ્ત્રમાળા ] શુદ્ધોપયોગ અધિકાર
| (મંદાક્રાંતા) "आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ताः सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमंधाः। एतैतेतः पदमिदमिदं यत्र चैतन्यधातुः
शुद्धः शुद्धः स्वरसभरतः स्थायिभावत्वमेति॥" તથા –
(શાર્દૂલવિક્રીડિત) भावाः पंच भवन्ति येषु सततं भावः परः पंचमः स्थायी संसृतिनाशकारणमयं सम्यग्दृशां गोचरः। तं मुक्त्वाखिलरागरोषनिकरं बुद्ध्वा पुनर्बुद्धिमान् एको भाति कलौ युगे मुनिपतिः पापाटवीपावकः॥२९७॥
[શ્લોકાર્થ –] (શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધે છે કે :) હે અંધ પ્રાણીઓ ! અનાદિ સંસારથી માંડીને પર્યાયે પર્યાયે આ રાગી જીવો સદાય મત્ત વર્તતા થકા જે પદમાં સૂતા છે—ઊંધે છે તે પદ અર્થાત્ સ્થાન અપદ છે–અપદ છે, (તમારું સ્થાન નથી,) એમ તમે સમજો. (બે વાર કહેવાથી અતિ કરુણાભાવ સૂચિત થાય છે.) આ તરફ આવો–આ તરફ આવો, (અહીં નિવાસ કરો,) તમારું પદ આ છે–આ છે જયાં શુદ્ધ શુદ્ધ ચૈતન્યધાતુ નિજ રસની અતિશયતાને લીધે સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે અર્થાત્ સ્થિર છે–અવિનાશી છે. (અહીં “શુદ્ધ' શબ્દ બે વાર કહ્યો છે તે દ્રવ્ય અને ભાવ બન્નેની શુદ્ધતા સૂચવે છે. સર્વ અન્યદ્રવ્યોથી જુદો હોવાને લીધે આત્મા દ્રવ્ય શુદ્ધ છે અને પરના નિમિત્તે થતા પોતાના ભાવોથી રહિત હોવાને લીધે ભાવે શુદ્ધ છે.)''
વળી (આ ૧૭૮ મીગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકારમુનિરાજ શ્લોક કહે છે) :
[શ્લોકાર્થ –] ભાવો પાંચ છે, જેમાં આ પરમ પંચમ ભાવ (પરમ પારિણામિક ભાવ) નિરંતર સ્થાયી છે, સંસારના નાશનું કારણ છે અને સમ્યગ્દષ્ટિઓને ગોચર છે. બુદ્ધિમાન પુરુષ સમસ્ત રાગદ્વેષના સમૂહને છોડીને તેમ જ તે પરમ પંચમ ભાવને જાણીને, એકલો, કળિયુગમાં પાપવનના અગ્નિરૂપ મુનિવર તરીકે શોભે છે (અર્થાત્ જે બુદ્ધિમાન પુરુષ પરમ પરિણામિક ભાવનો ઉગ્રપણે આશ્રય કરે છે, તે જ એક પુરુષ પાપવનને બાળવામાં અગ્નિ સમાન મુનિવર છે). ૨૯૭.