________________
કહાનજૈનશાસ્ત્રમાળા] શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૪૭ स्वस्वरूपे सहजमहिम्नि लीनोऽपि व्यवहारेण स भगवान् क्षणार्धेन लोकाग्रं प्राप्नोतीति।
(અનુષ્ટ્રમ) षटापक्रमयुक्तानां भविनां लक्षणात् पृथक् । सिद्धानां लक्षणं यस्मादूर्ध्वगास्ते सदा शिवाः॥२९३॥
(નંદાત્રાંતા) बन्धच्छेदादतुलमहिमा देवविद्याधराणां प्रत्यक्षोऽद्य स्तवनविषयो नैव सिद्धः प्रसिद्धः। लोकस्याग्रे व्यवहरणतः संस्थितो देवदेवः स्वात्मन्युचैरविचलतया निश्चयेनैवमास्ते॥२९४।
(ગનુદુમ્) पंचसंसारनिर्मुक्तान् पंचसंसारमुक्तये। पंचसिद्धानहं वंदे पंचमोक्षफलप्रदान् ॥२९५॥
વડે-આયુકર્મનો ક્ષય થતાં, વેદનીય, નામ ને ગોત્ર નામની શેષ પ્રકૃતિઓનો સંપૂર્ણ નાશ થાયછે (અર્થાત્ ભગવાનને શુક્લધ્યાન વડે આયુકર્મનો ક્ષય થતાં બાકીનાં ત્રણ કર્મોનો પણ ક્ષય થાય છે અને સિદ્ધક્ષેત્રો તરફ સ્વભાવગતિક્રિયા થાય છે). શુદ્ધનિશ્ચયનયથી સહજ મહિમાવાળા નિજ સ્વરૂપમાં લીન હોવા છતાં વ્યવહારે તે ભગવાન અર્ધ ક્ષણમાં (સમયમાત્રમાં) લોકાગ્રે પહોંચે છે.
[હવે આ ૧૭૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકારમુનિરાજત્રાણ શ્લોક કહે છે :] | [શ્લોકાર્થ –] જેઓ છ અપક્રમ સહિત છે એવા ભવવાળા જીવોના (-સંસારીઓના) લક્ષણથી સિદ્ધોનું લક્ષણ ભિન્ન છે, તેથી તે સિદ્ધો ઊગામી અને સદા શિવ (નિરંતર સુખી) છે. ૨૯૩.
[શ્લોકાર્થ –]બંધનો છેદ થવાથી જેમનો અતુલ મહિમા છે એવા (અશરીરી અને લોકાગ્રસ્થિત) સિદ્ધભગવાન હવે દેવો અને વિદ્યાધરોના પ્રત્યક્ષ સ્તવનનો વિષય નથી જ એમ પ્રસિદ્ધ છે. તે દેવાધિદેવ વ્યવહારથી લોકના અગ્ર સુસ્થિત છે અને નિશ્ચયથી નિજ આત્મામાં એમ ને એમ અત્યંત અવિચળપણે રહે છે. ૨૯૪.
[શ્લોકાર્થ –] (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ ને ભાવ–એવાં પાંચ પરાવર્તનરૂપ) પાંચ