________________
૩૪૦ ].
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ सर्वज्ञवीतरागस्य वांछाभावत्वमत्रोक्तम्।
भगवानर्हत्परमेष्ठी साद्यनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसद्भूतव्यवहारेण केवलज्ञानादिशुद्धगुणानामाधारभूतत्वात् विश्वमश्रान्तं जानन्नपि पश्यन्नपि वा मनःप्रवृत्तेरभावादीहापूर्वक वर्तनं न भवति तस्य केवलिनः परमभट्टारकस्य, तस्मात् स भगवान् केवलज्ञानीति प्रसिद्धः, पुनस्तेन कारणेन स भगवान् अबन्धक इति। तथा चोक्तं श्रीप्रवचनसारे
“ વિ રિમિટિ નેઢિ ઉપૂરિ નેવ તે મા
जाणण्णवि ते आदा अबंधगो तेण पण्णत्तो॥" તથા હિ– કેવળીને ફિંદાપૂર્વ] ઇચ્છાપૂર્વક (વર્તન) નિ ભવતિ] હોતું નથી; [તસ્માતુ] તેથી તેમને વિત્તજ્ઞાની] કેવળજ્ઞાની' કહ્યા છે; [તેન તુ] વળી તે થી [સઃ વન્થ મળતઃ] અબંધક કહ્યા છે.
ટીકા –અહીં, સર્વજ્ઞ વીતરાગને વાંછાનો અભાવ હોય છે એમ કહ્યર્ડ છે.
ભગવાન અહંત પરમેષ્ઠી સાદિઅનંત અમૂર્ત અતીંદ્રિયસ્વભાવવાળા શુદ્ધસદ્ભૂત વ્યવહારથી કેવળજ્ઞાનાદિ શુદ્ધ ગુણોના આધારભૂત હોવાને લીધે વિશ્વને નિરંતર જાણતા હોવા છતાં અને દેખતા હોવા છતાં, તે પરમ ભટ્ટારક કેવળીને મનપ્રવૃત્તિનો (મનની પ્રવૃત્તિનો, ભાવમનપરિણતિનો) અભાવ હોવાથી ઇચ્છાપૂર્વક વર્તન હોતું નથી; તેથી તે ભગવાન “કેવળજ્ઞાની” તરીકે પ્રસિદ્ધ છે; વળી તે કારણથી તે ભગવાન અબંધક છે.
એવી રીતે (શ્રીમભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (પરમી ગાથા દ્વારા) કહ્યડે છે કે :
ગાથાર્થ –] (કેવળજ્ઞાની) આત્મા પદાર્થોને જાણતો હોવા છતાં તે રૂપે પરિણમતો નથી, તેમને ગ્રહતો નથી અને તે પદાર્થોરૂપે ઉત્પન્ન થતો નથી તેથી તેને અબંધક કહ્યો છે.''
વળી (આ ૧૭૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે) :–