________________
કહાનજૈનશાસ્ત્રમાળા ] तथा हि
છે) :
શુદ્ધોપયોગ અધિકાર
:
(માતિની) व्यवहरणनयेन ज्ञानपुंजोऽयमात्मा प्रकटतरसुदृष्टिः सर्वलोकप्रदर्शी । विदितसकलमूर्तामूर्ततत्त्वार्थसार्थः
[ ૩૨૭
स भवति परमश्रीकामिनीकामरूपः।।२८०।।
गाणं अप्पपयासं णिच्छयणयएण दंसणं तम्हा । अप्पा अप्पपयासो णिच्छयणयएण दंसणं तम्हा ॥१६५॥
ज्ञानमात्मप्रकाशं निश्चयनयेन दर्शनं तस्मात् ।
आत्मा आत्मप्रकाशो निश्चयनयेन दर्शनं तस्मात् ॥१६५॥
મુગટોમાં પ્રકાશતી કીમતી માળાઓથી પૂજાય છે (અર્થાત્ જેમનાં ચરણોમાં ઇન્દ્રો તથા ચક્રવર્તીઓનાં મણિમાળાયુક્ત મુગટવાળાં મસ્તકો અત્યંત ઝૂકે છે), અને (લોકાલોકના સમસ્ત) પદાર્થો એકબીજામાં પ્રવેશ ન પામે એવી રીતે ત્રણ લોક અને અલોક જેમનામાં એકી સાથે જ વ્યાપે છે (અર્થાત્ જે જિનેન્દ્રને યુગપદ્ જણાય છે), તે જિનેન્દ્રજયવંતછે.'' વળી (આ ૧૬૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
[શ્લોકાર્થઃ—] જ્ઞાનપુંજ એવો આ આત્મા અત્યંત સ્પષ્ટ દર્શન થતાં (અર્થાત્ કેવળદર્શન પ્રગટ થતાં) વ્યવહારનયથી સર્વ લોકને દેખે છે તથા (સાથે વર્તતા કેવળજ્ઞાનને લીધે) સમસ્ત મૂર્તઅમૂર્ત પદાર્થસમૂહને જાણે છે. તે (કેવળદર્શનજ્ઞાનયુક્ત) આત્મા પરમશ્રીરૂપી કામિનીનો (મુક્તિસુંદરીનો) વલ્લભ થાય છે. ૨૮૦.
નિશ્ચયનયે છે નિજપ્રકાશક જ્ઞાન, તેથી દૃષ્ટિ છે; નિશ્ચયનયે છે નિજપ્રકાશક જીવ, તેથી દૃષ્ટિ છે. ૧૬૫.
અન્વયાર્થઃ ——નિશ્ચયનયેન] નિશ્ચયનયથી [જ્ઞાનમૂ] શાન [ઞાત્મપ્રશં] સ્વપ્રકાશક છે; [તસ્માત્] તેથી [ર્શનમ્] દર્શન સ્વપ્રકાશક છે. [નિશ્ચયનયેન] નિશ્ચયનયથી [ઞાત્મા] આત્મા [ઞાત્મપ્રાશઃ] સ્વપ્રકાશક છે; [તસ્માત્] તેથી [ર્શનમ્] દર્શન સ્વપ્રકાશક છે.