________________
૩૦૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ (fશરળ ) असारे संसारे कलिविलसिते पापबहुले न मुक्तिर्मार्गेऽस्मिन्ननघजिननाथस्य भवति। अतोऽध्यात्मं ध्यानं कथमिह भवेन्निर्मलधियां
निजात्मश्रद्धानं भवभयहरं स्वीकृतमिदम् ॥२६४॥ जिणकहियपरमसुत्ते पडिकमणादिय परीक्खऊण फुडं। मोणव्वएण जोई णियकजं साहए णिचं ॥१५५॥
जिनकथितपरमसूत्रे प्रतिक्रमणादिकं परीक्षयित्वा स्फुटम् ।
मौनव्रतेन योगी निजकार्यं साधयेन्नित्यम् ॥१५॥ इह हि साक्षादन्तर्मुखस्य परमजिनयोगिनः शिक्षणमिदमुक्तम् । દગ્ધકાળરૂપ (હીનકાળરૂપ) અકાળમાં તું શક્તિહીન હો તો તારે કેવળ નિજ પરમાત્મતત્ત્વનું શ્રદ્ધાન જ કર્તવ્ય છે.
[હવે આ ૧૫૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
[શ્લોકાર્થ –] અસાર સંસારમાં, પાપથી ભરપૂર કળિકાળનો વિલાસ હોતાં, આ નિર્દોષ જિનનાથના માર્ગને વિષે મુક્તિ નથી. માટે આ કાળમાં અધ્યાત્મધ્યાન કેમ થઈ શકે? તેથી નિર્મળબુદ્ધિવાળાઓ ભવભયનો નાશ કરનારી એવી આ નિજાત્મશ્રદ્ધાને અંગીકૃત કરે છે. ૨૬૪.
પ્રતિક્રમણ આદિ સ્પષ્ટ પરખી જિનપરમસૂત્રો વિષે,
મુનિએ નિરંતર મૌનવ્રત સહ સાધવું નિજ કાર્યને. ૧૫૫. અન્વયાર્થ –[નિનથિતપરમસૂત્ર] જિનકથિત પરમ સૂરાને વિષે [પ્રતિમવિ રમ્ પરીક્ષયિત્વા]પ્રતિક્રમણાદિકની સ્પષ્ટ પરીક્ષા કરીને [મૌનવ્રતેન]મૌનવ્રત સહિત[ો] યોગીએ દુનિફાર્ય] નિજ કાર્યને [નિત્યમ્] નિત્ય [સાથ] સાધવું.
ટીકા –અહીંસાક્ષાત્ અંતર્મુખપરમજિનયોગીને આ શિખામણ દેવામાં આવી છે.