SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] નિશ્ચયપરમાવશ્યક અધિકાર [ ૩૦૩ जदि सक्कदि कादं जे पडिकमणादिं करेज झाणमयं । सत्तिविहीणो जा जइ सद्दहणं चेव कायव्वं ॥१५४॥ यदि शक्यते कर्तुम् अहो प्रतिक्रमणादिकं करोषि ध्यानमयम् । शक्तिविहीनो यावद्यदि श्रद्धानं चैव कर्तव्यम् ॥१५४॥ अत्र शुद्धनिश्चयधर्मध्यानात्मकप्रतिक्रमणादिकमेव कर्तव्यमित्युक्तम् । मुक्तिसुंदरीप्रथमदर्शनप्राभृतात्मकनिश्चयप्रतिक्रमणप्रायश्चित्तप्रत्याख्यानप्रमुखशुद्धनिश्चयक्रियाश्चैव कर्तव्याः संहननशक्तिप्रादुर्भाव सति हंहो मुनिशार्दूल परमागममकरंदनिष्यन्दिमुखपद्मप्रभ सहजवैराग्यप्रासादशिखरशिखामणे परद्रव्यपराङ्मुखस्वद्रव्यनिष्णातबुद्धे पञ्चेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रह। शक्तिहीनो यदि दग्धकालेऽकाले केवलं त्वया निजपरमात्मतत्त्वश्रद्धानमेव कर्तव्यमिति। કરી જો શકે, પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો! કર્તવ્ય છે શ્રદ્ધા જ, શક્તિવિહીન જો તું હોય તો. ૧૫૪. અન્વયાર્થઃ—[] જો [વર્તુમ્ શિવચ7] કરી શકાય તો [ગદો] અહો ! [ધ્યાનમય ધ્યાનમય [પ્રતિમવિ] પ્રતિક્રમણાદિ રિષિ ક૨; [] જો [શક્ટ્રિવિહીનઃ] , શક્તિવિહીન હોય તો [ચાવતું] ત્યાં સુધી [શ્રદ્ધાનં વ] શ્રદ્ધાને જ [શર્તવ્ય] કર્તવ્ય છે. ટીકા –અહીં, શુદ્ધનિશ્ચયધર્મધ્યાનસ્વરૂપ પ્રતિક્રમણ વગેરે જ કરવાયોગ્ય છે એમ કહ્યડું છે. સહજ વૈરાગ્યરૂપી મહેલના શિખરના શિખામણિ, પરદ્રવ્યથી પરામુખ અને સ્વદ્રવ્યમાં નિષ્ણાત બુદ્ધિવાળા, પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર પરિગ્રહના ધારી, પરમાગમરૂપી *મકરંદ ઝરતા મુખકમળથી શોભાયમાન હે મુનિશાર્દૂલ! (અથવા પરમાગમરૂપી મકરંદ ઝરતા મુખવાળા હે પદ્મપ્રભ મુનિશાર્દૂલ!) સંહનન અને શક્તિનો *પ્રાદુર્ભાવ હોય તો મુક્તિસુંદરીના પ્રથમ દર્શનની ભેટસ્વરૂપ નિશ્ચયપ્રતિક્રમણ, નિશ્ચયપ્રાયશ્ચિત્ત, નિશ્ચયપ્રત્યાખ્યાન વગેરે શુદ્ધનિશ્ચયક્રિયાઓ જ કર્તવ્ય છે. જો આ * મકરંદ = પુષ્પરસ; ફૂલનું મધ. + પ્રાદુર્ભાવ = પેદા થવું તે; પ્રાકટ્ય; ઉત્પત્તિ.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy