________________
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચયપરમાવશ્યક અધિકાર
बाह्याभ्यन्तरजल्पनिरासोऽयम् ।
यस्तु जिनलिंगधारी तपोधनाभासः पुण्यकर्मकांक्षया स्वाध्यायप्रत्याख्यानस्तवनादिबहिर्जल्पं करोति, अशनशयनयानस्थानादिषु सत्कारादिलाभलोभस्सन्नन्तर्जल्पे मनश्चकारेति स बहिरात्मा जीव इति । स्वात्मध्यानपरायणस्सन् निरवशेषेणान्तर्मुखः प्रशस्ताप्रशस्तसमस्तविकल्पजालकेषु कदाचिदपि न वर्तते अत एव परमतपोधनः साक्षादंतरात्मेति ।
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः
=
३८
[ ૨૯૭
(વસંતતિના)
“स्वेच्छासमुच्छलदनल्पविकल्पजालामेवं व्यतीत्य महतीं नयपक्षकक्षाम् । अन्तर्बहिः समरसैकरसस्वभावं स्वं भावमेकमुपयात्यनुभूतिमात्रम् ॥”
ટીકાઃ—આ, બાહ્ય તથા અંતર જલ્પનો નિરાસ (નિરાકરણ, ખંડન) છે.
જે જિનલિંગધારી તપોધનાભાસ પુણ્યકર્મની કાંક્ષાથી સ્વાધ્યાય, પ્રત્યાખ્યાન, સ્તવન વગેરે બહિર્શલ્પ કરે છે અને અશન, શયન, ગમન, સ્થિતિ વગેરેમાં (–ખાવું, સૂવું, ગમન કરવું, સ્થિર રહેવું ઇત્યાદિ કાર્યોમાં) સત્કારાદિની પ્રાપ્તિનો લોભી વર્તતો થકો અંતર્જલ્પમાં મનને જોડે છે, તે બહિરાત્મા જીવ છે. નિજ આત્માના ધ્યાનમાં પરાયણ વર્તતો થકો નિરવશેષપણે (સંપૂર્ણપણે) અંતર્મુખ રહીને (પરમ તપોધન) પ્રશસ્તઅપ્રશસ્ત સમસ્ત વિકલ્પજાળોમાં ક્યારેય વર્તતો નથી તેથી જ પરમ તપોધન સાક્ષાત્ અંતરાત્મા છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૯૦મા શ્લોક દ્વારા) કહ્યરું છે કે :—
‘‘[શ્લોકાર્થઃ—] એ પ્રમાણે જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઊઠે છે એવી મોટી નયપક્ષકક્ષાને (નયપક્ષની ભૂમિને) ઓળંગી જઈને (તત્ત્વવેદી) અંદર અને બહાર સમતા૨સરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવા અનુભૂતિમાત્ર એક પોતાના ભાવને (–સ્વરૂપને) પામે છે.’’