________________
કહાનજૈનશાસ્ત્રમાળા] પરમસમાધિ અધિકાર
[ ૨૫૫ इह हि रागद्वेषाभावादपरिस्पंदरूपत्वं भवतीत्युक्तम्।
यस्य परमवीतरागसंयमिनः पापाटवीपावकस्य रागो वा द्वेषो वा विकृतिं नावतरति, तस्य महानन्दाभिलाषिणः जीवस्य पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहस्य सामायिकनामव्रतं शाश्वतं भवतीति केवलिनां शासने प्रसिद्धं भवतीति।
| (સંક્રાંતા) रागद्वेषौ विकृतिमिह तो नैव कर्तुं समर्थो ज्ञानज्योतिःप्रहतदुरितानीकघोरान्धकारे। आरातीये सहजपरमानन्दपीयूषपूरे तस्मिन्नित्ये समरसमये को विधिः को निषेधः॥२१३॥
ટીકા –અહીં, રાગદ્વેષના અભાવથી અપરિસ્પંદરૂપતા હોય છે એમ કહ્યર્ડ છે.
પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન એવા જે પરમવીતરાગ સંયમીને રાગ કે વિકૃતિ ઉત્પન્ન કરતો નથી, તે મહા આનંદના અભિલાષી જીવને-કે જેને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર પરિગ્રહ છે તેને–સામાયિક નામનું વ્રત શાશ્વત છે એમ કેવળીઓના શાસનમાં પ્રસિદ્ધ છે.
[હવે આ ૧૨૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :]
[શ્લોકાર્થ –] જેણે જ્ઞાનજ્યોતિ વડે પાપસમૂહરૂપી ઘોર અંધકારનો નાશ કર્યો છે એવું સહજ પરમાનંદરૂપી અમૃતનું પૂર (અર્થાત્ જ્ઞાનાનંદસ્વભાવી આત્મતત્ત્વ) જ્યાં નિકટ છે, ત્યાં પેલા રાગદ્વેષો વિકૃતિ કરવાને સમર્થ નથી જ. તે નિત્ય (શાશ્વત) સમરસમય આત્મતત્વમાં વિધિ શો અને નિષેધ શો? (સમરસસ્વભાવી આત્મતત્ત્વમાં
આ કરવા જેવું છે અને આ છોડવા જેવું છે' એવા વિધિનિષેધના વિકલ્પરૂપ સ્વભાવ નહિ હોવાથી તે આત્મતત્ત્વને દઢપણે આલંબનાર મુનિને સ્વભાવપરિણમન થવાને લીધે સમરસરૂપ પરિણામ થાય છે, વિધિનિષેધના વિકલ્પરૂપ–રાગદ્વેષરૂપ પરિણામ થતા નથી.) ૨૧૩. ૧ અપરિસ્પંદરૂપતા = અકંપતા; અક્ષુબ્ધતા; સમતા. ૨ વિકૃતિ = વિકાર; સ્વાભાવિક પરિણતિથી વિરુદ્ધ પરિણતિ. [પરમવીતરાગસંયમીને સમતાસ્વભાવી
શુદ્ધાત્મદ્રવ્યનોદેઢઆશ્રયહોવાથી વિકૃતિભૂત (વિભાવભૂત) વિષમતા (રાગદ્વેષપરિણતિ)થતી નથી, પરંતુ પ્રકૃતિભૂત (સ્વભાવભૂત) સમતાપરિણામ થાય છે.]