________________
કહાનજૈનશાસ્ત્રમાળા ] પરમસમાધિ અધિકાર
[ ૨૪૫ संजमणियमतवेण दु धम्मज्झाणेण सुक्कझाणेण। जो झायइ अप्पाणं परमसमाही हवे तस्स ॥१२३॥
संयमनियमतपसा तु धर्मध्यानेन शुक्लध्यानेन ।
यो ध्यायत्यात्मानं परमसमाधिर्भवेत्तस्य ॥१२३॥ इह हि समाधिलक्षणमुक्तम्।
संयमः सकलेन्द्रियव्यापारपरित्यागः। नियमेन स्वात्माराधनातत्परता। आत्मानमात्मन्यात्मना संधत्त इत्यध्यात्मं तपनम्। सकलबाह्यक्रियाकांडाडम्बरपरित्यागलक्षणान्तःक्रियाधिकरणमात्मानं निरवधित्रिकालनिरुपाधिस्वरूपं यो जानाति, तत्परिणतिविशेषः स्वात्माश्रयनिश्चयधर्मध्यानम्। ध्यानध्येयध्यातृतत्फलादिविविधविकल्पनिर्मुक्तान्तर्मुखाकारनिखिलकरणग्रामागोचरनिरंजननिजपरमतत्त्वाविचलस्थितिरूपं निश्चयशुक्लध्यानम्। एभिः
સંયમ, નિયમનેતપથકી,વળીધર્મશુક્લધ્યાનથી,
ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૨૩. અન્વયાર્થઃ—[સંયમનિયમતપસી તુ] સંયમ, નિયમ ને તપથી તથા [ધર્મધ્યાન શુવસ્તધ્યાને] ધર્મધ્યાન ને શુક્લધ્યાનથી [] જે [ગાત્માન] આત્માને [ધ્યાત્તિ] ધ્યાવે છે, [0] તે ને [પરમસમથિઃ] પરમ સમાધિ [મવેત્] છે.
ટીકા –અહીં (આ ગાથામાં) સમાધિનું લક્ષણ (અર્થાત્ સ્વરૂપ) કહ્યર્ડ છે.
સમસ્ત ઇન્દ્રિયોના વ્યાપારનો પરિત્યાગ તે સંયમ છે. નિજ આત્માની આરાધનામાં તત્પરતા તે નિયમ છે. જે આત્માને આત્મામાં આત્માથી ધારી-ટકાવી-જોડી રાખે છે તે અધ્યાત્મ છે અને એ અધ્યાત્મ તે તપ છે. સમસ્ત બાહ્યક્રિયાકાંડના આડંબરનો પરિત્યાગ જેનું લક્ષણ છે એવી અંતઃક્રિયાના*અધિકરણભૂતઆત્માને—કે જેનું સ્વરૂપ અવધિવિનાના ટાણે કાળે (અનાદિ કાળથી અનંત કાળ સુધી) નિરુપાધિક છે તેને—જે જીવ જાણે છે, તે જીવની પરિણતિવિશેષ તે સ્વાત્માશ્રિત નિશ્ચયધર્મધ્યાન છે. ધ્યાનધ્યેય ધ્યાતા, ધ્યાનનું ફળ વગેરેના વિવિધ વિકલ્પોથી વિમુક્ત (અર્થાત્ એવા વિકલ્પો વિનાનું), અંતર્મુખાકાર (અર્થાત્ અંતર્મુખ જેનું સ્વરૂપ છે એવું), સમસ્ત ઇન્દ્રિયસમૂહથી અગોચર નિરંજનનિજપરમતત્વમાં * અધિકરણ = આધાર. (અંતરંગ ક્રિયાનો આધાર આત્મા છે.)