________________
૨૩૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ किं बहुणा भणिएण दु वरतवचरणं महेसिणं सव्वं । पायच्छित्तं जाणह अणेयकम्माण खयहेऊ॥११७॥
किं बहुना भणितेन तु वरतपश्चरणं महर्षीणां सर्वम् ।
प्रायश्चित्तं जानीह्यनेककर्मणां क्षयहेतुः॥११७॥ इह हि परमतपश्चरणनिरतपरमजिनयोगीश्वराणां निश्चयप्रायश्चित्तम्। एवं समस्ताचरणानां परमाचरणमित्युक्तम्।
बहुभिरसत्प्रलापैरलमलम् । पुनः सर्वं निश्चयव्यवहारात्मकपरमतपश्चरणात्मकं परमजिनयोगीनामासंसारप्रतिबद्धद्रव्यभावकर्मणां निरवशेषेण विनाशकारणं शुद्धनिश्चयप्रायश्चित्तमिति हे शिष्य त्वं जानीहि।
બહુ કથન શું કરવું? અરે ! સૌ જાણ પ્રાયશ્ચિત્ત તું,
નાનાકરમક્ષમહેતુ ઉત્તમ તપચરણ ઋષિરાજનું. ૧૧૭. અન્વયાર્થ:-[વહુના] બહુ [મળતેન ] કહેવાથી [વિન્] શું? [ગનેવશર્માન્] અનેક કર્મોના [લયહેતુ:] ક્ષયનો હેતુ એવું જે [મહર્ષીણામૂ] મહર્ષિઓનું [વરતપશ્ચરળ] ઉત્તમ તપશ્ચરણ [સર્વમ્] તે બધું [પ્રાયશ્ચિત્ત નાનીદિ] પ્રાયશ્ચિત્ત જાણ.
ટીકા :–અહીં એમ કહ્યડે છે કે પરમ તપશ્ચરણમાં લીન પરમ જિનયોગીશ્વરોને નિશ્ચયપ્રાયશ્ચિત્ત છે; એ રીતે નિશ્ચયપ્રાયશ્ચિત્ત સમસ્ત આચરણોમાં પરમ આચરણ છે એમ કહ્યું છે.
બહુ અસત્ પ્રલાપોથી બસ થાઓ, બસ થાઓ. નિશ્ચયવ્યવહારસ્વરૂપ પરમ તપશ્ચરણાત્મક એવું જે પરમ જિનયોગીઓને અનાદિ સંસારથી બંધાયેલાં દ્રવ્યભાવ કર્મોના નિરવશેષ વિનાશનું કારણ તે બધું શુદ્ધનિશ્ચયપ્રાયશ્ચિત્ત છે એમ, હે શિષ્ય! તું જાણ.
[હવે આ ૧૧૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોક કહે