________________
કહાનજૈનશાસ્ત્રમાળા ] નિશ્ચયપ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૯૭ | (વસંતતિવા) "द्रव्यानुसारि चरणं चरणानुसारि द्रव्यं मिथो द्वयमिदं ननु सव्यपेक्षम्। तस्मान्मुमुक्षुरधिरोहतु मोक्षमार्ग
द्रव्यं प्रतीत्य यदि वा चरणं प्रतीत्य॥" તથા દિ–
(અનુષ્ટ્રમ્) चित्तत्त्वभावनासक्तमतयो यतयो यमम् ।
यतंते यातनाशीलयमनाशनकारणम् ।।१३९॥ सम्मं मे सव्वभूदेसु वेरं मज्झं ण केणवि। आसाए वोसरित्ता णं समाहि पडिवजए॥१०४॥
साम्यं मे सर्वभूतेषु वैरं मह्यं न केनचित् । आशाम् उत्सृज्य नूनं समाधिः प्रतिपद्यते॥१०४॥
“[શ્લોકાર્થ :–] ચરણ દ્રવ્યાનુસાર હોય છે અને દ્રવ્ય ચરણાનુસાર હોય છે–એ રીતે તે બન્ને પરસ્પર અપેક્ષા સહિત છે; તેથી કાં તો દ્રવ્યનો આશ્રય કરીને અથવા તો ચરણનો આશ્રય કરીને મુમુક્ષુ (જ્ઞાની, મુનિ) મોક્ષમાર્ગમાં આરોહણ કરો.''
વળી (આ ૧૦૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
[શ્લોકાર્થ –] જેમની બુદ્ધિ ચૈતન્યતત્ત્વની ભાવનામાં આસક્ત (રત, લીન) છે એવા યતિઓ યમમાં પ્રયત્નશીલ રહે છે (અર્થાત્ સંયમમાં સાવધાન રહે છે)-કે જે યમ (-સંયમ) યાતનાશીલ યમના (-દુઃખમય મરણના) નાશનું કારણ છે. ૧૩૯.
સૌ ભૂતમાં સમતા મને, કો સાથે વેર મને નહીં;
આશા ખરેખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની. ૧૦૪. અન્વયાર્થ –[સર્વભૂતેષુ સર્વ જીવો પ્રત્યે [૧] અને [સા] સમતા છે, [૧]