________________
કહાનજૈનશાસ્ત્રમાળા ] પરમાર્થપ્રતિક્રમણ અધિકાર
| [ ૧૭૫ कश्चित् परमजिनयोगीश्वरः साधुः अत्यासन्नभव्यजीवः अध्यात्मभाषयोक्तस्वात्माश्रितनिश्चयधर्मध्याननिलीनः निर्भेदरूपेण स्थितः, अथवा सकलक्रियाकांडाडंबरव्यवहारनयात्मकभेदकरणध्यानध्येयविकल्पनिर्मुक्तनिखिलकरणग्रामागोचरपरमतत्त्वशुद्धान्तस्तत्त्वविषयभेदकल्पनानिरपेक्षनिश्चयशुक्लध्यानस्वरूपे तिष्ठति च, स च निरवशेषेणान्तर्मुखतया प्रशस्ताप्रशस्तसमस्तमोहरागद्वेषाणां परित्यागं करोति, तस्मात् स्वात्माश्रितनिश्चयधर्मशुक्लध्यानद्वितयमेव सर्वातिचाराणां प्रतिक्रमणमिति।
(અનુષ્ટ્રમ) शुक्लध्यानप्रदीपोऽयं यस्य चित्तालये बभौ। स योगी तस्य शुद्धात्मा प्रत्यक्षो भवति स्वयम् ॥१२४॥
જે કોઈ પરમજિનયોગીશ્વર સાધુ–અતિઆસન્નભવ્ય જીવ, અધ્યાત્મભાષાએ પૂર્વોક્ત સ્વાત્માશ્રિત નિશ્ચયધર્મધ્યાનમાં લીન થયો થકો અભેદરૂપે સ્થિત રહે છે, અથવા સકળ ક્રિયાકાંડના આડંબર વિનાનું અને વ્યવહારનયાત્મક ભેદકરણ તથા ધ્યાનધ્યેયના વિકલ્પ વિનાનું, સમસ્ત ઇન્દ્રિયસમૂહથી અગોચર એવું જે પરમ તત્ત્વ–શુદ્ધ અંત:તત્ત્વ, તે સંબંધી ભેદકલ્પનાથી નિરપેક્ષ નિશ્ચયશુક્લધ્યાનસ્વરૂપે સ્થિત રહે છે, તે (સાધુ) નિરવશેષપણે અંતર્મુખ હોવાથી પ્રશસ્તઅપ્રશસ્ત સમસ્ત મોહરાગદ્વેષનો પરિત્યાગ કરે છે; તેથી (એમ સિદ્ધ થયું કે, સ્વાત્માશ્રિત એવાં જે નિશ્ચયધર્મધ્યાન અને નિશ્ચયશુક્લધ્યાન, તે બે ધ્યાન જ સર્વ અતિચારોનું પ્રતિક્રમણ છે.
[હવે આ ૯૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
[શ્લોકાર્થ –] આ શુક્લધ્યાનરૂપી દીપક જેના મનોમંદિરમાં પ્રકાશ્યો, તે યોગી છે; તેને શુદ્ધ આત્મા સ્વયં પ્રત્યક્ષ હોય છે. ૧૨૪.
૧. ભેદકરણ = ભેદ કરવા તે; ભેદ પાડવા તે. [સમસ્ત ભેદકરણ–ધ્યાનધ્યેયના વિકલ્પ સુદ્ધાં–
વ્યવહારનયસ્વરૂપ છે.] ૨. નિરપેક્ષ = ઉદાસીન; નિઃસ્પૃહ; અપેક્ષા વિનાનું. [નિશ્ચયશુક્લધ્યાન શુદ્ધ અંત:તત્ત્વ સંબંધી ભેદોની
કલ્પનાથી પણ નિરપેક્ષ છે.]