________________
અર્પણ
જેમણે આ પામર પર અપાર ઉપકાર કર્યો છે, જેમની પ્રેરણા અને કૃપાથી નિયમસારનો આ અનુવાદ થયો છે, જેમને નિયમસાર પર પારાવાર ભક્તિ છે, નિયમસારનાં પ્રાયઃ દટાઈ રહેલાં અમૂલ્ય અધ્યાત્મનિધાનોને ખુલ્લા કરી જેઓ નિયમસારની અલૌકિક પ્રભાવના કરી રહ્યા છે, નિયમસારના હાર્દરૂપ પરમ પારિણામિક ભાવને અનુભવી જેઓ નિજ કલ્યાણ સાધી રહ્યા છે અને નિરંતર તેનો ધોધમાર ઉપદેશ આપી ભારતના ભવ્ય જીવોને કલ્યાણપંથે દોરી રહ્યા છે, તે પરમ પૂજ્ય પરમોપકારી કલ્યાણમૂર્તિ સદ્દગુરુદેવ (શ્રી કાનજીસ્વામી)ને આ અનુવાદ-પુષ્પ અત્યંત ભક્તિભાવે અર્પણ કરું છું.
–અનુવાદક