________________
કહાનજૈનશાસ્ત્રમાળા ] વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧ ૨૫ अपहृतसंयमिनां संयमज्ञानाद्युपकरणग्रहणविसर्गसमयसमुद्भवसमितिप्रकारोक्तिरियम् । उपेक्षासंयमिनां न पुस्तककमण्डलुप्रभृतयः, अतस्ते परमजिनमुनयः एकान्ततो निस्पृहाः, अत एव बाह्योपकरणनिर्मुक्ताः। अभ्यन्तरोपकरणं निजपरमतत्त्वप्रकाशदक्षं निरुपाधिस्वरूपसहजज्ञानमन्तरेण न किमप्युपादेयमस्ति। अपहृतसंयमधराणां परमागमार्थस्य पुनः पुनः प्रत्यभिज्ञानकारणं पुस्तकं ज्ञानोपकरणमिति यावत्, शौचोपकरणं च कायविशुद्धिहेतुः कमण्डलुः, संयमोपकरणहेतुः पिच्छः। एतेषां ग्रहणविसर्गयोः समयसमुद्भवप्रयत्नपरिणामविशुद्धिरेव हि आदाननिक्षेपणसमितिरिति निर्दिष्टेति।
(માનિની) समितिषु समितीयं राजते सोत्तमानां परमजिनमुनीनां संहतौ क्षांतिमैत्री। त्वमपि कुरु मनःपंकेरुहे भव्य नित्यं भवसि हि परमश्रीकामिनीकांतकांतः॥१७॥
આ, અપહૃતસંયમીઓને સંયમજ્ઞાનાદિકના ઉપકરણો લેતી મૂકતી વખતે ઉત્પન્ન થતી સમિતિનો પ્રકાર કહ્યો છે. ઉપેક્ષાસંયમીઓને પુસ્તક, કમંડળ વગેરે હોતાં નથી; તે પરમજિનમુનિઓ એકાંતે (સર્વથા) નિસ્પૃહ હોય છે તેથી જ તેઓ બાહ્ય ઉપકરણ રહિત હોય છે. અત્યંતર ઉપકરણભૂત, નિજ પરમતત્ત્વને પ્રકાશવામાં ચતુર એવું જે નિરુપાધિસ્વરૂપ સહજ જ્ઞાન તેના સિવાય બીજું કંઈ તેમને ઉપાદેય નથી. અપહૃતસંયમધરોને પરમાગમના અર્થનું ફરીફરીને પ્રત્યભિજ્ઞાન થવામાં કારણભૂત એવું પુસ્તક તે જ્ઞાનનું ઉપકરણ છે; શૌચનું ઉપકરણ કાયવિશુદ્ધિના હેતુભૂત કમંડળ છે; સંયમનું ઉપકરણ—હેતુ પીંછી છે. આ ઉપકરણોને લેતીમૂકતી વખતે ઉદ્ભવતી પ્રયત્નપરિણામરૂપ વિશુદ્ધિ તે જ આદાનનિક્ષેપણસમિતિ છે એમ (શાસ્ત્રમાં) કહ્યર્ડ છે.
[હવે ૬૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :] [શ્લોકાર્થ –] ઉત્તમ પરમજિનમુનિઓની આ સમિતિ સમિતિઓમાં શોભે છે.
૧. અપહૃતસંયમી = અપહૃતસંયમવાળા મુનિ. [અપવાદ, વ્યવહારનય, એકદેશપરિત્યાગ, અપહૃતસંયમ
(હીણો ઓછપવાળો સંયમ), સરાગચારિત્ર અને શુભોપયોગ–એ બધાં એ કાર્ય છે.] ૨. ઉપેક્ષાસંયમી = ઉપેક્ષાસંયમવાળા મુનિ. [ઉત્સર્ગ, નિશ્ચયનય, સર્વપરિત્યાગ, ઉપેક્ષાસંયમ, વીતરાગ
ચારિત્ર અને શુદ્ધોપયોગ–એ બધાં એ કાર્ય છે.]