________________
૧૨૦]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ पुरुषमुखविकारगतं हास्यकर्म। कर्णशष्कुलीविवराभ्यर्णगोचरमात्रेण परेषामप्रीतिजननं हि कर्कशवचः। परेषां भूताभूतदूषणपुरस्सरवाक्यं परनिन्दा। स्वस्य भूताभूतगुणस्तुतिरात्मप्रशंसा। एतत्सर्वमप्रशस्तवचः परित्यज्य स्वस्य च परस्य च शुभशुद्धपरिणतिकारणं वचो भाषासमितिरिति। तथा चोक्तं श्रीगुणभद्रस्वामिभिः
(માનિની) "समधिगतसमस्ताः सर्वसावद्यदूराः स्वहितनिहितचित्ताः शांतसर्वप्रचाराः। स्वपरसफलजल्पाः सर्वसंकल्पमुक्ताः
कथमिह न विमुक्तेर्भाजनं ते विमुक्ताः॥" तथा च
અશુભ કર્મનું કારણ, પુરુષના મુખના વિકાર સાથે સંબંધવાળું, તે હાસ્યકર્મ છે. કાનના છિદ્રની નજીક પહોંચવામાત્રથી જે બીજાઓને અપ્રીતિ ઉપજાવે છે તે કર્કશ વચનો છે. બીજાનાં વિદ્યમાનઅવિદ્યમાન દૂષણપૂર્વકનાં વચનો (અર્થાતુ પરના સાચા તેમ જ જૂઠા દોષો કહેનારાં વચનો) તે પરનિંદા છે. પોતાના વિદ્યમાન અવિદ્યમાન ગુણોની સ્તુતિ તે આત્મપ્રશંસા છે.—આ બધાં અપ્રશસ્ત વચનો પરિત્યાગીને સ્વ તેમ જ પરને શુભ અને શુદ્ધ પરિણતિના કારણભૂત વચનો તે ભાષાસમિતિ છે.
એવી રીતે (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં ૨૨૬મા શ્લોક દ્વારા) કાર્ડ છે કે :–
“[શ્લોકાર્થ :–] જેમણે બધું (વસ્તુસ્વરૂપ) જાણી લીધું છે, જેઓ સર્વ સાવદ્યથી દૂર છે, જેમણે સ્વહિતમાં ચિત્તને સ્થાપ્યું છે, જેમને સર્વ *પ્રચાર શાંત થયો છે, જેમની ભાષા સ્વપરને સફળ (હિતરૂપ) છે, જેઓ સર્વ સંકલ્પ રહિત છે, તે વિમુક્ત પુરુષો આ લોકમાં વિમુક્તિનું ભાજન કેમ ન હોય? (અર્થાત્ આવા મુનિજનો અવશ્ય મોક્ષનાં પાત્ર છે.)''
વળી (૬૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે) :
* પ્રચાર = વહીવટ; કામ માથે લેવું તે; આરંભ; બાહ્ય પ્રવૃત્તિ.