________________
૧૧૪]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ कमनीयकामिनीनां तन्मनोहराङ्गनिरीक्षणद्वारेण समुपजनितकौतूहलचित्तवांच्छापरित्यागेन, अथवा पुंवेदोदयाभिधाननोकषायतीव्रोदयेन संजातमैथुनसंज्ञापरित्यागलक्षणशुभपरिणामेन च ब्रह्मचर्यव्रतं भवति इति।
(માલિની) भवति तनुविभूतिः कामिनीनां विभूतिं स्मरसि मनसि कामिस्त्वं तदा मद्वचः किम् । सहजपरमतत्त्वं स्वस्वरूपं विहाय
व्रजसि विपुलमोहं हेतुना केन चित्रम् ॥७९॥ सव्वेसिं गंथाणं चागो णिरवेक्खभावणापूव्वं । पंचमवदमिदि भणिदं चारित्तभरं वहंतस्स ॥६०॥
सर्वेषां ग्रन्थानां त्यागो निरपेक्षभावनापूर्वम् । पंचमव्रतमिति भणितं चारित्रभरं वहतः॥६०॥
સુંદર કામિનીઓનાં મનોહર અંગના નિરીક્ષણ દ્વારા ઊપજતી કુતૂહલતાનાચિત્તવાંછાના–પરિત્યાગથી, અથવા પુરુષવેદોદય નામનો જે નોકષાયનો તીવ્ર ઉદય તેને લીધે ઊપજતી મૈથુનસંજ્ઞાના પરિત્યાગસ્વરૂપ શુભ પરિણામથી, બ્રહ્મચર્યવ્રત હોય છે.
[હવે પ૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :]
[શ્લોકાર્થ –] કામિનીઓની જે શરીરવિભૂતિ તે વિભૂતિને, હે કામી પુરુષ ! જો તું મનમાં સ્મરે છે, તો મારા વચનથી તને શો લાભ થશે? અહો ! આશ્ચર્ય થાય છે કે સહજ પરમતત્ત્વને–નિજ સ્વરૂપને–છોડીને તું શા કારણે વિપુલ મોહને પામે છે ! ૭૯.
નિરપેક્ષ ભાવન સહિત સર્વ પરિગ્રહોનો ત્યાગ જે, તે જાણવું વ્રત પાંચમું ચારિત્રભર વહનારને. ૬૦.
અન્વયાર્થ –[નિરપેક્ષમાવનાપૂર્વ નિરપેક્ષ ભાવનાપૂર્વક (અર્થાત્ જે ભાવનામાં ૧. મુનિને મુનિcોચિત નિરપેક્ષ શુદ્ધ પરિણતિની સાથે વર્તતો જે (હઠવગરનો) સર્વપરિગ્રહત્યાગસંબંધી