SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] શુદ્ધભાવ અધિકાર [ ૯૩ णिग्गंथो णीरागो णिस्सल्लो सयलदोसणिम्मुक्को। णिक्कामो णिक्कोहो णिम्माणो णिम्मदो अप्पा॥४४॥ निर्ग्रन्थो नीरागो निःशल्यः सकलदोषनिर्मुक्तः। निःकामो निःक्रोधो निर्मानो निर्मदः आत्मा ॥४४॥ अत्रापि शुद्धजीवस्वरूपमुक्तम्। बाह्याभ्यन्तरचतुर्विंशतिपरिग्रहपरित्यागलक्षणत्वान्निर्ग्रन्थः। सकलमोहरागद्वेषात्मकचेतनकर्माभावान्नीरागः। निदानमायामिथ्याशल्यत्रयाभावान्निःशल्यः। शुद्धनिश्चयनयेन शुद्धजीवास्तिकायस्य द्रव्यभावनोकर्माभावात् सकलदोषनिर्मुक्तः। शुद्धनिश्चयनयेन निजपरमतत्त्वेऽपि वांछाभावान्निःकामः। निश्चयनयेन प्रशस्ताप्रशस्तसमस्तपरद्रव्यपरिणतेरभावान्निः નિગ્રંથ છે, નિષ્કામ છે, નિ:ક્રોધ, જીવ નિર્માન છે, નિઃશલ્ય તેમ નીરાગ, નિર્મદ, સર્વદોષવિમુક્ત છે. ૪૪. અન્વયાર્થ –[ગાત્મા] આત્મા [નિઃ ] નિગ્રંથ, [વીરા :] નીરાગ, [નિઃશ:] નિઃશલ્ય, [વત્તવોષનિકું] સર્વદોષવિમુક્ત, [નિઃશામઃ] નિષ્કામ, [નિઃg:] નિ:ક્રોધ, [નિર્માનઃ] નિર્માન અને [નિર્મદઃ] નિર્મદ છે. ટીકા –અહીં (આ ગાથામાં) પણ શુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યર્ડ છે. શુદ્ધ જીવાસ્તિકાય બાહ્યઅત્યંતર *ચોવીશ પરિગ્રહના પરિત્યાગસ્વરૂપ હોવાથી નિગ્રંથ છે; સકળ મોહરાગદ્વેષાત્મક ચેતનકર્મના અભાવને લીધે નીરાગ છે; નિદાન, માયા અને મિથ્યાત્વ–એ –ાણ શલ્યોના અભાવને લીધે નિ:શલ્ય છે; શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ જીવાસ્તિકાયને દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મનો અભાવ હોવાને લીધે સર્વદોષવિમુક્ત છે; શુદ્ધ નિશ્ચયનયથી નિજ પરમ તત્ત્વની પણ વાંછા નહિ હોવાથી નિષ્કામ છે; નિશ્ચયનયથી પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત પારદ્રવ્યપરિણતિનો અભાવ હોવાને લીધે નિ:ક્રોધ છે; નિશ્ચયનયથી સદા પરમ સમરસીભાવસ્વરૂપ હોવાને લીધે નિર્માન છે; નિશ્ચયનયથી નિઃશેષપણે અંતર્મુખ * ક્ષેત્ર, મકાન, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસી, દાસ, કપડાં અને વાસણ એમ દસ પ્રકારનો બાહ્ય પરિગ્રહ છે; એક મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકષાય એમ ચૌદ પ્રકારનો અત્યંતર પરિગ્રહ છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy