________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
व्यवहारेण नरो जातः, तस्य नराकारो नरपर्यायः। केवलेनाशुभकर्मणा व्यवहारेणात्मा नारको जातः, तस्य नारकाकारो नारकपर्यायः। किञ्चिच्छुभमिश्रमायापरिणामेन तिर्यक्कायजो व्यवहारेणात्मा, तस्याकारस्तिर्यक्पर्यायः। केवलेन शुभकर्मणा व्यवहारेणात्मा देवः, तस्याकारो देवपर्यायश्चेति।
अस्य पर्यायस्य प्रपञ्चो ह्यागमान्तरे दृष्टव्य इति।
(મતિની) अपि च बहुविभावे सत्ययं शुद्धदृष्टि: सहजपरमतत्त्वाभ्यासनिष्णातबुद्धिः। सपदि समयसारान्नान्यदस्तीति मत्त्वा स भवति परमश्रीकामिनीकामरूपः।। २७ ।।
माणुस्सा दुवियप्पा कम्ममहीभोगभूमिसंजादा। सत्तविहा णेरइया णादव्वा पुढविभेदेण।। १६ ।।
શુભાશુભરૂપ મિશ્ર પરિણામથી આત્મા વ્યવહારે મનુષ્ય થાય છે, તેનો મનુષ્યાકાર તે મનુષ્યપર્યાય છે; કેવળ અશુભ કર્મથી વ્યવહારે આત્મા નારક થાય છે, તેનો નારક-આકાર તે નારકપર્યાય છે; કિંચિશુભમિશ્રિત માયાપરિણામથી આત્મા વ્યવહારે તિર્યંચકાયમાં જન્મે છે, તેનો આકાર તે તિર્યંચપર્યાય છે, અને કેવળ શુભ કર્મથી વ્યવહારે આત્મા દેવ થાય છે, તેનો આકાર તે દેવપર્યાય છે.-આ વ્યંજનપર્યાય છે. આ પર્યાયનો વિસ્તાર અન્ય આગમમાં જોઈ લેવો.
[ હવે ૧૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ:-] બહુ વિભાવ હોવા છતાં પણ, સહજ પરમ તત્ત્વના અભ્યાસમાં જેની બુદ્ધિ પ્રવીણ છે એવો આ શુદ્ધદષ્ટિવાળો પુરુષ, “સમયસારથી અન્ય કાંઈ નથી' એમ માનીને, શીઘ્ર પરમશ્રીરૂપી સુંદરીનો વલ્લભ થાય છે. ૨૭.
છે કર્મભૂમિજ ભોગભૂમિન-ભેદ બે મનુજો તણા, ને પૃથ્વીભેદે સસ ભેદો જાણવા નારક તણા. ૧૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com