SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૨] નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ सहजपरमपारिणामिकभावस्वभावस्य कारणसमयसारस्वरूपस्य निरावरणस्वभावस्य स्वस्वभावसत्तामात्रस्य परमचैतन्यसामान्यस्वरूपस्य अकृत्रिमपरमस्वस्वरूपाविचलस्थितिसनाथशुद्धचारित्रस्य नित्यशुद्धनिरंजनबोधस्य निखिलदुरघवीरवैरिसेना वैजयन्तीविध्वंसकारणस्य तस्य खलु स्वरूपश्रद्धानमात्रमेव। अन्या कार्यदृष्टि: दर्शनज्ञानावरणीयप्रमुखघातिकर्मक्षयेण जातैव। अस्य खलु क्षायिकजीवस्य सकलविमलकेवलावबोधबुद्धभुवनत्रयस्य स्वात्मोत्थपरमवीतरागसुखसुधासमुद्रस्य यथाख्याताभिधानकार्यशुद्धचारित्रस्य साद्यनिधनामूर्तातींद्रियस्वभावशुद्धसद्भूत व्यवहारनयात्मकस्य त्रैलोक्यभव्यजनताप्रत्यक्षवंदनायोग्यस्य तीर्थकरपरमदेवस्य केवलज्ञानवदियमपि युगपल्लोकालोकव्यापिनी। પરભાવોને અગોચર એવો સહજ-પરમપરિણામિકભાવરૂપ જેનો સ્વભાવ છે, જે કારણસમયસારસ્વરૂપ છે, નિરાવરણ જેનો સ્વભાવ છે, જે નિજ સ્વભાવસત્તામાત્ર છે, જે પરમચૈતન્યસામાન્યસ્વરૂપ છે, જે અકૃત્રિમ પરમ સ્વ-સ્વરૂપમાં અવિચળસ્થિતિમય શુદ્ધચારિત્રસ્વરૂપ છે, જે નિત્ય-શુદ્ધ-નિરંજનજ્ઞાનસ્વરૂપ છે અને જે સમસ્ત દુષ્ટ પાપોરૂપ વીર દુશ્મનોની સેનાની ધજાના નાશનું કારણ છે એવા આત્માના ખરેખર સ્વરૂપશ્રદ્ધાનમાત્ર જ છે (અર્થાત્ કારણદષ્ટિ તો ખરેખર શુદ્ધાત્માની સ્વરૂપશ્રદ્ધામાત્ર જ છે). બીજી કાર્યદૃષ્ટિ દર્શનાવરણીય-જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે. આ ક્ષાયિક જીવને-જેણે સકળવિમળ (સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન વડે ત્રણ ભુવનને જાણ્યા છે, નિજ આત્માથી ઉત્પન્ન થતા પરમ વીતરાગ સુખામૃતનો જે સમુદ્ર છે, જે યથાખ્યાત નામના કાર્યશુદ્ધચારિત્રસ્વરૂપ છે, જે સાદિ-અનંત અમૂર્ત અતીંદ્રિયસ્વભાવવાળા “શુદ્ધસદ્દભૂતવ્યવહારનયાત્મક છે, અને જે ત્રિલોકના ભવ્ય જનોને પ્રત્યક્ષ વંદનાયોગ્ય છે, એવા તીર્થંકર પરમદેવને-કેવળજ્ઞાનની માફક આ (કાર્યદષ્ટિ) પણ યુગપ૬ લોકાલોકમાં વ્યાપારી છે. ૧. સ્વરૂપશ્રદ્ધાન = સ્વરૂપ-અપેક્ષાએ શ્રદ્ધાન. [ જેમ કારણસ્વભાવજ્ઞાન અર્થાત્ સહજજ્ઞાન સ્વરૂપપ્રત્યક્ષ છે, તેમ કારણસ્વભાવદષ્ટિ અર્થાત્ સહજદર્શન સ્વરૂપશ્રદ્ધાનમાત્ર જ છે.] ૨. તીર્થંકરપરમદેવ શુદ્ધસદ્દભૂતવ્યવહારનયસ્વરૂપ છે, કે જે શુદ્ધસદ્દભૂતવ્યવહારનય સાદિ-અનંત, અમૂર્તિક અને અતીન્દ્રિયસ્વભાવવાળો છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy