________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ અધિકાર
[ ૩૧ तह दंसणउवओगो ससहावेदरवियप्पदो दुविहो। केवलमिंदियरहियं असहायं तं सहावमिदि भणिदं।।१३ ।।
तथा दर्शनोपयोगः स्वस्वभावेतरविकल्पतो द्विविधः। केवलमिन्द्रियरहितं असहायं तत स्वभाव इति भणितः।। १३ ।।
दर्शनोपयोगस्वरूपाख्यानमेतत्।
यथा ज्ञानोपयोगो बहुविधविकल्पसनाथः दर्शनोपयोगश्च तथा। स्वभावदर्शनोपयोगो विभावदर्शनोपयोगश्च। स्वभावोऽपि द्विविधः, कारणस्वभावः कार्यस्वभावश्चेति। तत्र कारणदृष्टि: सदा पावनरूपस्य औदयिकादिचतुर्णां विभावस्वभावपरभावानामगोचरस्य
ઉપયોગ દર્શનનો સ્વભાવ-વિભાવરૂપ દ્વિવિધ છે; અસહાય, ઇન્દ્રિવિહીન, કેવળ, તે સ્વભાવ કહેલ છે. ૧૩.
અન્વયાર્થ:- તથા] તેવી રીતે [૨નોપયોT:] દર્શનોપયોગ [ સ્વસ્વમાવેતરવિન્યત: ] સ્વભાવ અને વિભાવના ભેદથી [ ફિવિધ: ] બે પ્રકારનો છે. [ pવનમ્] જે કેવળ, [ન્દ્રિયરહિત+] ઇન્દ્રિયરહિત અને [મસદીયં] અસહાય છે, [ તત્] તે [ સ્વભાવ: રૂતિ મળત: ] સ્વભાવદર્શનોપયોગ કહ્યો છે.
ટીકા-આ, દર્શનોપયોગના સ્વરૂપનું કથન છે.
જેમ જ્ઞાનોપયોગ બહુવિધ ભેદોવાળો છે, તેમ દર્શનોપયોગ પણ તેવો છે. ( ત્યાં પ્રથમ, તેના બે ભેદ છે :) સ્વભાવદર્શનોપયોગ અને વિભાવદર્શનોપયોગ. સ્વભાવદર્શનોપયોગ પણ પ્રકારનો છે : કારણસ્વભાવદર્શનોપયોગ અને કાર્યસ્વભાવદર્શનોપયોગ.
ત્યાં કારણદષ્ટિ તો, સદા પાવનરૂપ અને ઔદયિકાદિ ચાર વિભાવસ્વભાવ ૧. દષ્ટિ = દર્શન, [ દર્શન અથવા દષ્ટિના બે અર્થ છે: (૧) સામાન્ય પ્રતિભાસ, અને (૨)
શ્રદ્ધા, જ્યાં જે અર્થ ઘટતો હોય ત્યાં તે અર્થ સમજવો. બન્ને અર્થો ગર્ભિત હોય ત્યાં બન્ને
સમજવા.] ૨. વિભાવ = વિશેષ ભાવ; અપેક્ષિત ભાવ. [ ઔદયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક
એ ચાર ભાવો અપેક્ષિત ભાવો હોવાથી તેમને વિભાવસ્વભાવ પરભાવો કહ્યા છે. એક સહજપરમપારિણામિક ભાવને જ સદા-પાવનરૂપ નિજ સ્વભાવ કહ્યો છે. ચાર વિભાવભાવોનો આશ્રય કરવાથી પરમપરિણામિકભાવનો આશ્રય થતો નથી. પરમપરિણામિકભાવનો આશ્રય કરવાથી જ સમ્યકત્વથી માંડીને મોક્ષદશા સુધીની દશાઓ પ્રાપ્ત થાય છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com