________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૫૫
तथा चोक्तममृताशीतौ
(માનિની) "ज्वरजननजराणां वेदना यत्र नास्ति परिभवति न मृत्यु गतिर्नो गतिर्वा । तदतिविशदचित्तैर्लभ्यतेऽङ्गेऽपि तत्त्वं गुणगुरुगुरुपादाम्भोजसेवाप्रसादात्।।"
तथा हि
(સંરક્રિાંતા) यस्मिन् ब्रह्मण्यनुपमगुणालंकृते निर्विकल्पेऽक्षानामुच्चैर्विविधविषमं वर्तनं नैव किंचित्। नैवान्ये वा भविगुणगणाः संसृतेर्मूलभूताः तस्मिन्नित्यं निजसुखमयं भाति निर्वाणमेकम्।।३०० ।।
એવી રીતે (શ્રી યોગીંદ્રદેવકૃત ) અમૃતાશીતિમાં (પ૮ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કે:
[ શ્લોકાર્થ-] જ્યાં (જે તત્ત્વમાં) જ્વર, જન્મ અને જરાની વેદના નથી, મૃત્યુ નથી, ગતિ કે આગતિ નથી, તે તત્ત્વને અતિ નિર્મળ ચિત્તવાળા પુરુષો, શરીરમાં રહ્યા છતાં પણ, ગુણમાં મોટા એવા ગુરુનાં ચરણકમળની સેવાના પ્રસાદથી અનુભવે છે.''
વળી (આ ૧૮૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[શ્લોકાર્થ-] અનુપમ ગુણોથી અલંકૃત અને નિર્વિકલ્પ એવા જે બ્રહ્મમાં (આત્મતત્વમાં) ઈદ્રિયોનું અતિ વિવિધ અને વિષમ વર્તન જરા પણ નથી જ, તથા સંસારના મૂળભૂત અન્ય (મોહ-વિસ્મયાદિ) *સંસારીગુણસમૂહો નથી જ, તે બ્રહ્મમાં સદા નિજસુખમય એક નિર્વાણ પ્રકાશમાન છે. ૩OO.
* મોહ, વિસ્મય વગેરે દોષો સંસારીઓના ગુણો છે-કે જે સંસારના કારણભૂત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com