________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૦]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
निश्चयनयविवक्षया यः कोपि शुद्धान्तस्तत्त्ववेदी परमजिनयोगीश्वरो वक्ति तस्य च न खलु दूषणं भवतीति।
(મં#િiતા) पश्यत्यात्मा सहजपरमात्मानमेकं विशुद्धं स्वान्तःशुद्धयावसथमहिमाधारमत्यन्तधीरम्। स्वात्मन्युच्चैरविचलतया सर्वदान्तर्निमग्नं તસ્મિનૈવ પ્રવૃતિમતિ વ્યાવIRપ્રયંવદા ૨૮૨ //
અનુભવનાર) પરમ જિનયોગીશ્વર શુદ્ધનિશ્ચયનયની વિવક્ષાથી કહે છે, તેને ખરેખર દૂષણ નથી.
[હવે આ ૧૬૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે. ]
| [ શ્લોકાર્થ:-] (*નિશ્ચયથી) આત્મા સહુજ પરમાત્માને દેખે છે-કે જે પરમાત્મા એક છે, વિશુદ્ધ છે, નિજ અંતઃશુદ્ધિનું રહેઠાણ હોવાથી (કેવળજ્ઞાન-દર્શનાદિ) મહિમાનો ધરનાર છે, અત્યંત ધીર છે અને નિજ આત્મામાં અત્યંત અવિચળ હોવાથી સર્વદા અંતર્મગ્ન છે: સ્વભાવથી મહાન એવા તે આત્મામાં *વ્યવહારપ્રપંચ નથી જ (અર્થાત નિશ્ચયથી આત્મામાં લોકાલોકને દેખવારૂપ વ્યવહારવિસ્તાર નથી જ ). ૨૮૨.
* અહીં નિશ્ચય-વ્યવહાર સંબંધી એમ સમજવું કે જેમાં સ્વની જ અપેક્ષા હોય તે નિશ્ચય-કથન
છે અને જેમાં પરની અપેક્ષા આવે તે વ્યવહારકથન છે; માટે કેવળી ભગવાન લોકાલોકનેપરને જાણે–દેખે છે એમ કહેવું તે વ્યવહારકથન છે અને કેવળી ભગવાન સ્વાત્માને જાણેદેખે છે એમ કહેવું તે નિશ્ચયકથન છે. અહીં વ્યવહારકથનનો વાચ્યાર્થ એમ ન સમજવો કે જેમ છદ્મસ્થ જીવ લોકાલોકને જાણતો-દેખતો જ નથી તેમ કેવળી ભગવાન લોકાલોકને જાણતા-દેખતા જ નથી. છમસ્થ જીવ સાથે સરખામણીની અપેક્ષાએ તો કેવળી ભગવાન લોકાલોકને જાણે–દેખે છે તે બરાબર સત્ય છે યથાર્થ છે, કારણ કે તેઓ ત્રિકાળ સંબંધી સર્વ દ્રવ્યગુણપર્યાયોને યથાસ્થિત બરાબર પરિપૂર્ણપણે ખરેખર જાણે-દેખે છે. “કેવળી ભગવાન લોકાલોકને જાણે–દેખે છે” એમ કહેતાં પરની અપેક્ષા આવે છે એટલું જ સૂચવવા, તથા કેવળી ભગવાન જેમ અને તદરૂપ થઈને નિજસુખના સંવેદન સહિત જાણે–દેખે છે તેમ લોકાલોકને (પરને) તરૂપ થઈને પરસુખદુ:ખાદિના સંવેદન સહિત જાણતા-દેખતા નથી, પરંતુ પરથી તદ્દન ભિન્ન રહીને, પરના સુખદુઃખાદિનું સંવેદન કર્યા વિના જાણે-દેખે છે એટલું જ સૂચવવા તેને વ્યવહાર કહેલ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com