________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૮]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
लब्ध्वा निधिमेकस्तस्य फलमनुभवति सुजनत्वेन। तथा ज्ञानी ज्ञाननिधिं भुंक्ते त्यक्त्वा परततिम्।। १५७ ।।
अत्र दृष्टान्तमुखेन सहजतत्त्वाराधनाविधिरुक्तः।
कश्चिदेको दरिद्रः क्वचित् कदाचित् सुकृतोदयेन निधिं लब्ध्वा तस्य निधेः फलं हि सौजन्यं जन्मभूमिरिति रहस्ये स्थाने स्थित्वा अतिगूढवृत्त्यानुभवति इति दृष्टान्तपक्षः। दार्टान्तपक्षेऽपि सहजपरमतत्त्वज्ञानी जीवः क्वचिदासन्नभव्यस्य गुणोदये सति सहजवैराग्यसम्पत्तौ सत्यां परमगुरुचरणनलिनयुगलनिरतिशयभक्त्या मुक्तिसुन्दरीमुखमकरन्दायमानं सहजज्ञाननिधिं परिप्राप्य परेषां जनानां स्वरूपविकलानां ततिं समूह ध्यानप्रत्यूहकारणमिति त्यजति।
અન્વયાર્થ:{s:] જેમ કોઈ એક (દરિદ્ર માણસ) [નિધિમ્] નિધિને [ ન થ્થા] પામીને [સુખનત્વેન] પોતાના વતનમાં (ગુપ્તપણે) રહી [ તસ્ય છત્તમ ] તેના ફળને [અનુભવતિ] ભોગવે છે, [તથા] તેમ [ જ્ઞાની] જ્ઞાની [૫રતતિ ] પરજનોના સમૂહને [ ત્યવત્તા ] છોડીને [જ્ઞાનનિધિ ] જ્ઞાનનિધિને [ મું$] ભોગવે છે.
ટીકા:-અહીં દષ્ટાંત દ્વારા સહજ તત્ત્વની આરાધનાનો વિધિ કહ્યો છે.
કોઈ એક દરિદ્ર મનુષ્ય કવચિત્ કદાચિત્ પુણ્યોદયથી નિધિને પામીને, તે નિધિના ફળને સૌજન્ય અર્થાત જન્મભૂમિ એવું જે ગુપ્ત સ્થાન તેમાં રહીને અતિ ગુપ્તપણે ભોગવે છે; આમ દષ્ટાંતપક્ષ છે. "દાષ્ટતપક્ષે પણ (એમ છે કે)-સહજપરમતત્ત્વજ્ઞાની જીવ કવચિત્ આસન્નભવ્યના ( આસન્નભવ્યતારૂપ) ગુણનો ઉદય થતા સહજવૈરાગ્યસંપત્તિ હોતા, પરમ ગુરુના ચરણકમળયુગલની નિરતિશય (ઉત્તમ) ભક્તિ વડે મુસિંદરીના મુખના 'મકરંદ સમાન સહજજ્ઞાનનિધિને પામીને, સ્વરૂપવિકળ એવા પર જનોના સમૂહને ધ્યાનમાં વિદ્યુનું કારણ સમજીને તજે છે.
[હવે આ ૧૫૭ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે.]
૧. દોષ્ટત = દષ્ટાંત વડે સમજાવવાની હોય તે વાત; ઉપમેય. ૨. મકરંદ = પુષ્પ-રસ ફૂલનું મધ. ૩. સ્વરૂપવિકળ = સ્વરૂપપ્રાતિ વગરના અજ્ઞાની.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com