________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૨]
નિયમસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
नियमालोचनाश्च । पौद्गलिकवचनमयत्वात्तत्सर्वं स्वाध्यायमिति रे शिष्य त्वं जानीहि इति।
(મંતાક્રાંતા) मुक्त्वा भव्यो वचनरचनां सर्वदातः समस्तां निर्वाणस्त्रीस्तनभरयुगाश्लेषसौख्यस्पृहाढयः। नित्यानंदाद्यतुलमहिमाधारके स्वस्वरूपे स्थित्वा सर्वं तृणमिव जगज्जालमेको ददर्श।। २६३ ।।
तथा चोक्तम्
'परियट्टणं च वायण पुच्छण अणुपेक्खणा य धम्मकहा। थुदिमंगलसंजुत्तो पंचविहो होदि सज्झाउ।।''
નીકળેલું, સમસ્ત પાપક્ષયના હેતુભૂત, સઘળું દ્રવ્યશ્રુત તે વચનવર્ગણાયોગ્ય પુદ્ગલ-દ્રવ્યાત્મક હોવાથી ગ્રાહ્ય નથી. પ્રત્યાખ્યાન, નિયમ અને આલોચના પણ (પુદ્ગલ દ્રવ્યાત્મક હોવાથી) ગ્રહણ કરવાયોગ્ય નથી. તે બધું પૌદ્ગલિક વચનમય હોવાથી સ્વાધ્યાય છે એમ હે શિષ્ય ! તું જાણ.
[ હવે અહીં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ-] આમ હોવાથી, મુક્તિરૂપી સ્ત્રીના પુષ્ટ સ્તનયુગલના આલિગનસૌખ્યની સ્પૃહાવાળો ભવ્ય જીવ સમસ્ત વચનરચનાને સર્વદા છોડીને, નિત્યાનંદ આદિ અતુલ મહિમાના ધારક નિજસ્વરૂપમાં સ્થિત રહીને, એકલો (નિરાલંબપણે) સર્વ જગતજાળને (સમસ્ત લોકસમૂહને) તૃણ સમાન (તુચ્છ ) દેખે છે. ર૬૩.
એવી રીતે (શ્રી મૂલાચારમાં પંચાચાર અધિકારને વિષે ૨૧૯ મી ગાથા દ્વારા) કહ્યું છે
“[ ગાથાર્થ -1 પરિવર્તન (ભણેલું પાછું ફેરવી જવું તે), વાચના (શાસ્ત્રવ્યાખ્યાન), પૃચ્છના (શાસ્ત્રશ્રવણ), અનુપ્રેક્ષા (અનિત્યત્વાદિ બાર અનુપ્રેક્ષા) અને ધર્મકથા (૬૩ શલાકાપુરુષોનાં ચરિત્રો)–આમ પાંચ પ્રકારનો, *સ્તુતિ તથા મંગળ સહિત, સ્વાધ્યાય છે.''
* સ્તુતિ = દેવ અને મુનિને વંદન. (ધર્મકથા, સ્તુતિ અને મંગળ થઈને સ્વાધ્યાયનો પાંચમો પ્રકાર ગણાય છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com