________________
૨૯૮ ]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
तथा हि
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
मंदाक्रांता )
मुक्त्वा जल्पं भवभयकरं बाह्यमाभ्यन्तरं च स्मृत्वा नित्यं समरसमयं चिच्चमत्कारमेकम्। ज्ञानज्योतिःप्रकटितनिजाभ्यन्तरांगान्तरात्मा क्षीणे मोहे किमपि परमं तत्त्वमन्तर्ददर्श ।। २५९ ।।
जो धम्मसुक्कझाणम्हि परिणदो सो वि अंतरंगप्पा । झाणविहीणो समणो बहिरप्पा इदि विजाणीहि ।। १५१ ।।
यो धर्मशुक्लध्यानयोः परिणतः सोप्यन्तरंगात्मा। ध्यानविहीनः श्रमणो बहिरात्मेति विजानीहि ।। १५१ ।।
अत्र स्वात्माश्रयनिश्चयधर्मशुक्लध्यानद्वितयमेवोपादेयमित्युक्तम्।
વળી (આ ૧૫૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે ):
[શ્લોકાર્થ:-] ભવભયના કરનારા, બાહ્ય તેમ જ અત્યંત૨ જલ્પને છોડીને, સમરસમય ( સમતારસમય ) એક ચૈતન્યચમત્કારને સદા સ્મરીને, જ્ઞાનજ્યોતિ વડે જેણે નિજ અત્યંતર અંગ પ્રગટ કર્યું છે એવો અંતરાત્મા, મોહ ક્ષીણ થતાં, કોઈ (અદ્દભુત) ૫૨મ તત્ત્વને અંદરમાં દેખે છે. ૨૫૯.
વળી ધર્મશુકલધ્યાનપરિણત અંતરાત્મા જાણજે;
ને ધ્યાનવિરહિત શ્રમણને બહિરંગ આત્મા જાણજે. ૧૫૧.
અન્વયાર્થ:[ ય: ] જે [ ધર્મશુવતધ્યાનયો: ] ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં [પરિાત: ] પરિણત છે [ સ: અવિ] તે પણ [અન્તરશાત્મા] અંતરાત્મા છે; [ ધ્યાન–વિહીન: ] ધ્યાનવિહીન [ શ્રમણ: ] શ્રમણ [ વહિરાત્મા ] બહિરાત્મા છે [તિ વિનાનીહિ] એમ જાણ.
ટીકા:-અહીં (આ ગાથામાં), સ્વાત્માશ્રિત નિશ્ચય-ધર્મધ્યાન અને નિશ્ચય-શુકલધ્યાન એ બે ધ્યાનો જ ઉપાદેય છે એમ કહ્યું છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com