SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] પરમ-ભક્તિ અધિકાર [૨૬૭ (વસંતતિતા) ये मर्त्यदैवनिकुरम्बपरोक्षभक्तियोग्याः सदा शिवमयाः प्रवराः प्रसिद्धाः। सिद्धाः सुसिद्धिरमणीरमणीयवक्त्र पंकेरुहोरुमकरंदमधुव्रताः स्युः ।। २२६ ।। मोक्खपहे अप्पाणं ठविऊण य कुणदि णिव्वुदी भत्ती। तेण दु जीवो पावइ असहायगुणं णियप्पाणं।। १३६ ।। मोक्षपथे आत्मानं संस्थाप्य च करोति निर्वृतेर्भक्तिम्। तेन तु जीवः प्राप्नोत्यसहायगुणं निजात्मानम्।। १३६ ।। શેયરૂપી મહાસાગરના પારને પામ્યા છે, જેઓ મુક્તિલક્ષ્મીરૂપી સ્ત્રીના મુખકમળના સૂર્ય છે, જેઓ સ્વાધીન સુખના સાગર છે, જેમણે અષ્ટ ગુણોને સિદ્ધ (પ્રાપ્ત) કર્યા છે, જેઓ ભવનો નાશ કરનારા છે અને જેમણે આઠ કર્મોના સમૂહને નષ્ટ કરેલ છે, તે પાપાટવીપાવક (–પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન) નિત્ય (અવિનાશી) સિદ્ધભગવંતોનું હું નિરંતર શરણ ગ્રહું છું. ૨૨૫. [ શ્લોકાર્થ:-] જેઓ મનુષ્યોના તથા દેવોના સમૂહની પરોક્ષ ભક્તિને યોગ્ય છે, જેઓ સદા શિવમય છે, જેઓ શ્રેષ્ઠ છે અને જેઓ પ્રસિદ્ધ છે, તે સિદ્ધભગવંતો સુસિદ્ધિરૂપી રમણીના રમણીય મુખકમળના મહા મકરંદના ભ્રમર છે (અર્થાત્ અનુપમ મુક્તિસુખને નિરંતર અનુભવે છે). રર૬. શિવપંથ સ્થાપી આત્મને નિર્વાણની ભક્તિ કરે, તે કારણે અસહાયગુણ નિજ આભને આત્મા વરે. ૧૩૬. અન્વયાર્થ:– મોક્ષાથે ] મોક્ષમાર્ગમાં [ આત્માનં] (પોતાના) આત્માને [ સંરથાણ ૨] સમ્યક પ્રકારે સ્થાપીને [ નિવૃતેઃ ] નિવૃતિની (નિર્વાણની ) [ મ ] ભક્તિ [ રોતિ] કરે છે, [તેન તુ] તેથી [ નીવડ] જીવ [ગસરાયપુi ] અસહાય-ગુણવાળા [ નિનીત્માનમ્ ] નિજ આત્માને [ પ્રાપ્નોતિ] પ્રાપ્ત કરે છે. ૧. મકરંદ = ફૂલનું મધ; ફૂલનો રસ. ૨. અસહાયગુણવાળો = જેને કોઈની સહાય નથી એવા ગુણવાળો. [ આત્મા સ્વતઃસિદ્ધ સહજ સ્વતંત્ર ગુણવાળો હોવાથી અસહાયગુણવાળો છે.] Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy