________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨મ-સમાધિ અધિકાર
इह हि रागद्वेषाभावादपरिस्पंदरूपत्वं भवतीत्युक्तम् ।
यस्य परमवीतरागसंयमिनः पापाटवीपावकस्य रागो वा द्वेषो वा विकृतिं नावतरति, तस्य महानन्दाभिलाषिणः जीवस्य पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहस्य सामायिकनामव्रतं शाश्वतं भवतीति केवलिनां शासने प्रसिद्धं भवतीति ।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
मंदाक्रांता )
रागद्वेषौ विकृतिमिह तौ नैव कर्तुं समर्थों
ज्ञानज्योतिःप्रहतदुरितानीकघोरान्धकारे । आरातीये सहजपरमानन्दपीयूषपूरे तस्मिन्नित्ये समरसमये को विधि: को निषेधः।। २१३ ।।
ટીકા:-અહીં, રાગદ્વેષના અભાવથી અપરિસ્કંદરૂપતા હોય છે એમ કહ્યું છે.
પાપરૂપી અટવીને બાળવામાં અગ્નિ સમાન એવા જે પરમવીતરાગ સંયમીને રાગ કે દ્વેષ વિકૃતિ ઉત્પન્ન કરતો નથી, તે મહા આનંદના અભિલાષી જીવને-કે જેને પાંચ ઇંદ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર પરિગ્રહ છે તેને-સામાયિક નામનું વ્રત શાશ્વત છે એમ કેવળીઓના શાસનમાં પ્રસિદ્ધ છે.
=
[૨૫૫
[હવે આ ૧૨૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ:- ] જેણે જ્ઞાનજ્યોતિ વડે પાપસમૂહરૂપી ઘોર અંધકારનો નાશ કર્યો છે એવું સહજ ૫૨માનંદરૂપી અમૃતનું પૂર (અર્થાત્ જ્ઞાનાનંદસ્વભાવી આત્મતત્ત્વ) જ્યાં નિકટ છે, ત્યાં પેલા રાગદ્વેષો વિકૃતિ કરવાને સમર્થ નથી જ. તે નિત્ય ( શાશ્વત ) સમરસમય આત્મતત્ત્વમાં વિધિ શો અને નિષેધ શો? (સમરસસ્વભાવી આત્મતત્ત્વમાં ‘આ કરવા જેવું છે અને આ છોડવા જેવું છે' એવા વિધિનિષેધના વિકલ્પરૂપ સ્વભાવ નહિ હોવાથી આત્મતત્ત્વને દઢપણે આલંબનાર મુનિને સ્વભાવપરિણમન થવાને લીધે સમરસરૂપ પરિણામ થાય છે, વિધિનિષેધના વિકલ્પરૂપ-રાગદ્વેષરૂપ પરિણામ થતા નથી.) ૨૧૩.
=
૧ અપરિસ્કંદરૂપતા
અકંપતા; અક્ષુબ્ધતા; સમતા.
૨ વિકૃતિ
વિકાર; સ્વાભાવિક પરિણતિથી વિરુદ્ધ પરિણતિ. [ ૫૨મવીતરાગસંયમીને સમતાસ્વભાવી શુદ્ધાત્મદ્રવ્યનો દૃઢ આશ્રય હોવાથી વિકૃતિભૂત (વિભાવભૂત ) વિષમતા (રાગદ્વેષપરિણિત ) થતી નથી, પરંતુ પ્રકૃતિભૂત (સ્વભાવભૂત) સમતાપરિણામ થાય છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com