________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર
[ ૨૩૧
उत्कृष्टो यो बोधो ज्ञानं तस्यैवात्मनश्चित्तम्। यो धरति मुनिर्नित्यं प्रायश्चित्तं भवेत्तस्य।। ११६ ।।
अत्र शुद्धज्ञानस्वीकारवतः प्रायश्चित्तमित्युक्तम्।
उत्कृष्टो यो विशिष्टधर्मः स हि परमबोधः इत्यर्थः। बोधो ज्ञानं चित्तमित्यनर्थान्तरम्। अत एव तस्यैव परमधर्मिणो जीवस्य प्रायः प्रकर्षेण चित्तं। यः परमसंयमी नित्यं तादृशं चित्तं धत्ते , तस्य खलु निश्चयप्रायश्चित्तं भवतीति।
(શનિની). यः शुद्धात्मज्ञानसंभावनात्मा प्रायश्चित्तमत्र चास्त्येव तस्य। निर्धूतांह:संहतिं तं मुनीन्द्र वन्दे नित्यं तद्गुणप्राप्तयेऽहम्।। १८३ ।।
અન્વયાર્થ: તન્ચ yવ શાત્મનઃ] તે જ (અનંતધર્મવાળા) આત્માનો [...] જે [૩વૃદ: વોચ:] ઉતકૃષ્ટ બોધ, [ જ્ઞાનમ્] જ્ઞાન અથવા [ વિત્ત ] ચિત્ત તેને [: મુનિ:] જે મુનિ [નિત્ય રતિ] નિત્ય ધારણ કરે છે, [તસ્ય ] તેને [પ્રાયશ્ચિત્તમ્ ભવેત્ ] પ્રાયશ્ચિત્ત છે.
ટીકા:-અહીં, “શુદ્ધ જ્ઞાનના સ્વીકારવાળાને પ્રાયશ્ચિત્ત છે” એમ કહ્યું છે.
ઉત્કૃષ્ટ એવો જે વિશિષ્ટ ધર્મ તે ખરેખર પરમ બોધ છે-એવો અર્થ છે. બોધ, જ્ઞાન અને ચિત્ત જાદા પદાર્થો નથી. આમ હોવાથી જ તે જ પરમધર્મી જીવને પ્રાય: ચિત્ત છે અર્થાત્ પ્રકૃષ્ટપણે ચિત્ત (-જ્ઞાન) છે. જે પરમસંયમી એવા ચિત્તને નિત્ય ધારણ કરે છે, તેને ખરેખર નિશ્ચય-પ્રાયશ્ચિત્ત છે.
[ ભાવાર્થ-જીવ ધર્મી છે અને જ્ઞાનાદિક તેના ધર્મો છે. પરમ ચિત્ત અથવા પરમ જ્ઞાનસ્વભાવ જીવનો ઉત્કૃષ્ટ વિશેષ ધર્મ છે. માટે સ્વભાવ-અપેક્ષાએ જીવદ્રવ્યને પ્રાયઃ ચિત્ત છે અર્થાત્ પ્રકૃષ્ટપણે જ્ઞાન છે. જે પરમસંયમી આવા ચિત્તને (-પરમ જ્ઞાનસ્વભાવને) શ્રદ્ધા છે અને તેમાં લીન રહે છે, તેને નિશ્ચયપ્રાયશ્ચિત્ત છે.]
[ હવે ૧૧૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[શ્લોકાર્થ-] આ લોકમાં જે (મુનદ્ર ) શુદ્ધાત્મજ્ઞાનની સમ્યક ભાવનાવંત છે, તેને પ્રાયશ્ચિત્ત છે જ. જેણે પાપસમૂહને ખંખેરી નાખ્યો છે એવા તે મુનદ્રને હું તેના ગુણોની પ્રાપ્તિ અર્થે નિત્ય વંદું છું. ૧૮૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com