________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨ ]
નિયમસારા
[ભગવાનશ્રીકુંદકુંદ
(wથરા) सानन्दं तत्त्वमज्जज्जिनमुनिहृदयाम्भोजकिंजल्कमध्ये निर्व्याबाधं विशुद्ध स्मरशरगहनानीकदावाग्निरूपम्। शुद्धज्ञानप्रदीपप्रहतयमिमनोगेहघोरान्धकारं तद्वन्दे साधुवन्द्यं जननजलनिधौ लंघने यानपात्रम्।। १७४ ।।
(દરિણી) अभिनवमिदं पापं याया: समग्रधियोऽपि ये विदधति परं ब्रूमः किं ते तपस्विन एव हि। हृदि विलसितं शुद्धं ज्ञानं च पिंडमनुत्तमं पदमिदमहो ज्ञात्वा भूयोऽपि यान्ति सरागताम्।। १७५ ।।
(દરિણા) जयति सहजं तत्त्वं तत्त्वेषु नित्यमनाकुलं सततसुलभं भास्वत्सम्यग्दृशां समतालयम्। परमकलया सार्धं वृद्धं प्रवृद्धगुणैर्निजैः स्फुटितसहजावस्थं लीनं महिम्नि निजेऽनिशम्।। १७६ ।।
[ શ્લોકાર્થ:-] તત્ત્વમાં મગ્ન એવા જિનમુનિના હૃદયકમળના કેસમાં જે આનંદ સહિત બિરાજમાન છે, જે બાધા રહિત છે, જે વિશુદ્ધ છે, જે કામદેવના બાણોની ગહન (-દુર્ભેદ્ય) સેનાને બાળી નાખવા માટે દાવાનળ સમાન છે અને જેણે શુદ્ધજ્ઞાનરૂપ દીપક વડે મુનિઓના મનોગૃહના ઘોર અંધકારનો નાશ કર્યો છે, તેને-સાધુઓ વડે વંદ્ય અને જન્માર્ણવને ઓળંગી જવામાં નૌકારૂપ તે શુદ્ધ તત્ત્વને –હું વંદું છું. ૧૭૪.
[શ્લોકાર્થ-] અમે પૂછીએ છીએ કે જેઓ સમગ્ર બુદ્ધિવાળા હોવા છતાં બીજાને આ નવું પાપ કર’ એમ ઉપદેશે છે, તેઓ શું ખરેખર તપસ્વી છે? અહો ! ખેદ છે કે તેઓ હૃદયમાં વિલસિત શુદ્ધજ્ઞાનરૂપ અને સર્વોત્તમ *પિંડરૂપ આ પદને જાણીને ફરીને પણ સરાગતાને પામે છે! ૧૭૫.
[શ્લોકાર્થ-] તત્ત્વોમાં તે સહજ તત્ત્વ જયવંત છે-કે જે સદા અનાકુળ છે, જે નિરંતર સુલભ છે, જે પ્રકાશવંત છે, જે સમ્યગ્દષ્ટિઓને સમતાનું ઘર છે, જે પરમ કળા
* પિંડ = (૧) પદાર્થ; (૨) બળ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com