SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર ૨૦૩ (માછiતા) प्रत्याख्यानं भवति सततं शुद्धचारित्रमूर्ते: भ्रान्तिध्वंसात्सहजपरमानंदचिन्निष्टबुद्धेः। नास्त्यन्येषामपरसमये योगिनामास्पदानां भूयो भूयो भवति भविनां संसृति?ररूपा।।१४५ ।। (શિવરિત) महानंदानंदो जगति विदितः शाश्वतमयः स सिद्धात्मन्युच्चैर्नियतवसतिर्निर्मलगुणे। अमी विद्वान्सोपि स्मरनिशितशस्त्रैरमिहताः कथं कांक्षंत्येनं बत कलिहतास्ते जडधियः ।। १४६ ।। (મંત્રીશiતા) प्रत्याख्यानाद्भवति यमिषु प्रस्फुटं शुद्धशुद्धं सच्चारित्रं दुरघतरुसांद्राटवीवह्निरूपम्। तत्त्वं शीघ्रं कुरु तव मतौ भव्यशार्दूल नित्यं यत्किंभूतं सहजसुखदं शीलमूलं मुनीनाम्।।१४७ ।। [શ્લોકાર્થ:-] ભ્રાંતિના નાશથી જેની બુદ્ધિ સહજ-પરમાનંદયુક્ત ચેતનમાં નિષ્ઠિત (–લીન, એકાગ્ર) છે એવા શુદ્ધચારિત્રમૂર્તિને સતત પ્રત્યાખ્યાન છે. પરસમયમાં (અન્ય દર્શનમાં) જેમનું સ્થાન છે એવા અન્ય યોગીઓને પ્રત્યાખ્યાન હોતું નથી; તે સંસારીઓને ફરીફરીને ઘોર સંસરણ (-પરિભ્રમણ ) થાય છે. ૧૪૫. [ શ્લોકાર્થ:-] જે શાશ્વત મહા આનંદાનંદ જગતમાં પ્રસિદ્ધ છે, તે નિર્મળ ગુણવાળા સિદ્ધાત્મામાં અતિશયપણે અને નિયતપણે રહે છે. (તો પછી,) અરેરે ! આ વિદ્વાનો પણ કામનો તીક્ષ્ણ શસ્ત્રોથી ઈજા પામ્યા થકા કલેશપીડિત થઈને તેને (કામને) કેમ ઇચ્છે છે! તેઓ જડબુદ્ધિ છે. ૧૪૬. [ શ્લોકાર્થ:-] જે દુષ્ટ પાપરૂપી વૃક્ષોની ગીચ અટવીને બાળવાને અગ્નિરૂપ છે એવું પ્રગટ શુદ્ધ-શુદ્ધ સત્યારિત્ર સંયમીઓને પ્રત્યાખ્યાનથી થાય છે; (માટે) હે ભવ્યશાર્દૂલ! (-ભવ્યોત્તમ !) તું શીધ્ર તારી મતિમાં તત્ત્વને નિત્ય ધારણ કર-કે જે તત્ત્વ સહજ સુખનું દેનારું છે અને મુનિઓના ચારિત્રનું મૂળ છે. ૧૪૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy