________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
ममत्तिं परिवज्जामि णिम्ममत्तिमुवद्विदो ।
आलंबणं च मे आदा अवसेसं च वोसरे ।। ९९ ।।
पेक्षालक्षणलक्षिते
ममत्वं परिवर्जयामि निर्ममत्वमुपस्थितः। आलम्बनं च मे आत्मा अवशेषं च विसृजामि ।। ९९ ।।
अत्र सकलविभावसंन्यासविधिः प्रोक्तः।
कमनीयकामिनीकांचनप्रभृतिसमस्तपरद्रव्यगुणपर्यायेषु ममकारं संत्यजामि । परमोनिर्ममकारात्मनि आत्मनि स्थित्वा ह्यात्मानमवलम्ब्य संसृतिपुरंधिकासंभोगसंभवसुखदुःखाद्यनेकविभावपरिणतिं परिहरामि ।
च
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः
પરિવાઁ છું હું મમત્વ, નિર્મમ ભાવમાં સ્થિત હું રહું; અવલંબું છું મુજ આત્મને, અવશેષ સર્વ હું પરિહતું. ૯૯.
[ ૧૮૭
અન્વયાર્થ:[ મમત્વ] હું મમત્વને [ પરિવર્ત્તયામિ] પરિવ′′ છું અને [ નિર્મમત્વમ્ ] નિર્મમત્વમાં [ ઉપસ્થિત: ] સ્થિત રહું છું; [આત્મા] આત્મા [મે] મારું [આલમ્બનું ] આલંબન છે [ અવશેષ ] અને બાકીનું [વિસ્તૃનામિ ] હું તજી છું.
ટીકા:-અહીં સકળ વિભાવના સંન્યાસની (–ત્યાગની ) વિધિ કહી છે.
સુંદર કામિની, કાંચન વગેરે સમસ્ત પદ્રવ્ય-ગુણ-પર્યાયો પ્રત્યે મમકારને હું ત છું. ૫૨મોપેક્ષાલક્ષણથી લક્ષિત નિર્મમકારાત્મક આત્મામાં સ્થિત રહીને અને આત્માને અવલંબીને, સંસ્કૃતિરૂપી સ્ત્રીના સંભોગથી ઉત્પન્ન સુખદુઃખાદિ અનેક વિભાવરૂપ પરિણતિને હું પરિહરું છું.
એવી રીતે ( આચાર્યદેવ ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૦૪મા શ્લોક દ્વારા ) કહ્યું છે કેઃ
૧. કાંચન સુવર્ણ; ધન.
૨. નિર્મમકારાત્મક = નિર્મમત્વમય; નિર્મમત્વસ્વરૂપ. (નિર્મમત્વનું લક્ષણ પરમ ઉપેક્ષા છે.) ૩. સંસ્કૃતિ = સંસાર
Please inform us of any errors on rajesh@Atma Dharma.com