SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર [૧૭૭ (રંદ્રવજ્ઞા) निर्यापकाचार्यनिरुक्तियुक्त मुक्तिं सदाकर्ण्य च यस्य चित्तम्। समस्तचारित्रनिकेतनं स्यात् तस्मै नमः संयमधारिणेऽस्मै।।१२५ ।। (વસંતતિતા) यस्य प्रतिक्रमणमेव सदा मुमुक्षोस्त्यिप्रतिक्रमणमप्यणुमात्रमुच्चैः। तस्मै नमः सकलसंयमभूषणाय श्रीवीरनन्दिमुनिनामधराय नित्यम्।। १२६ ।। इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेव-विरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ निश्चयप्रतिक्रमणाधिकारः पंचमः श्रुतस्कन्धः।। [ હવે આ પરમાર્થ-પ્રતિક્રમણ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ બે શ્લોક કહે છે: ] [ શ્લોકાર્થ-] નિર્યાપક આચાર્યોની નિરુક્તિ (વ્યાખ્યા) સહિત ( પ્રતિકમણાદિ સંબંધી) કથન સદા સાંભળીને જેનું ચિત્ત સમસ્ત ચારિત્રનું નિકેતન (-ધામ) બને છે, તે આ સંયમધારીને નમસ્કાર હો. ૧૨૫. [શ્લોકાર્થ:-] મુમુક્ષુ એવા જેમને (-મોક્ષાર્થી એવા જે વીરનંદી મુનિને) સદા પ્રતિક્રમણ જ છે અને અણુમાત્ર પણ અપ્રતિક્રમણ બિલકુલ નથી, તે સકળસંયમરૂપી ભૂષણના ધરનાર શ્રી વીરગંદી નામના મુનિને નિત્ય નમસ્કાર હો. ૧૨૬. આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇંદ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત શ્રીમદભગવત-કુંદકુંદાચાર્યદવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) નિશ્ચય-પ્રતિક્રમણ અધિકાર નામનો પાંચમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy