________________
૧૭૬ ]
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ–
पडिकमणणामधेये सुत्ते जह वण्णिदं पडिक्कमणं । तह णच्चा जो भावइ तस्स तदा होदि पडिक्कमणं ।। ९४ ।।
प्रतिक्रमणनामधेये सूत्रे यथा वर्णितं प्रतिक्रमणम् ।
तथा ज्ञात्वा यो भावयति तस्य तदा भवति प्रतिक्रमणम् ।। ९४ ।।
अत्र व्यवहारप्रतिक्रमणस्य सफलत्वमुक्तम्।
यथा हि निर्यापकाचार्यैः
समस्तागमसारासारविचारचारुचातुर्यगुणकदम्बकैः
प्रतिक्रमणाभिधानसूत्रे द्रव्यश्रुतरूपे व्यावर्णितमतिविस्तरेण प्रतिक्रमणं, तथा ज्ञात्वा जिननीतिमलंघयन् चारुचरित्रमूर्तिः રોતિ, तस्य गात्रमात्रपरिग्रहस्य
सकलसंयमभावनां
पंचेन्द्रियप्रसरवर्जित
महामुनेर्बाह्यप्रपंचविमुखस्य परमगुरुचरणस्मरणासत्तचित्तस्य तदा प्रतिक्रमणं भवतीति।
પ્રતિક્રમણનામક સૂત્રમાં જ્યમ વર્ણવ્યું પ્રતિક્રમણને ત્યમ જાણી ભાવે ભાવના, તેને તદા પ્રતિક્રમણ છે. ૯૪
અન્વયાર્થ:[ પ્રતિમણનામધેયે] પ્રતિક્રમણ નામના [સૂત્રે] સૂત્રમાં [ યથા] જે પ્રમાણે [પ્રતિમણમ્] પ્રતિક્રમણ [વર્જિત] વર્ણવવામાં આવ્યું છે [તથા જ્ઞાત્વા] તે પ્રમાણે જાણીને [ય: ] જે [માવયતિ] ભાવે છે, [તસ્ય] તેને [તવા] ત્યારે [પ્રતિમળર્ભવતિ] પ્રતિક્રમણ છે.
ટીકા:-અહીં, વ્યવહા૨પ્રતિક્રમણનું સફળપણું કહ્યું છે ( અર્થાત્ દ્રવ્યશ્રુતાત્મક પ્રતિક્રમણસૂત્રમાં વર્ણવેલા પ્રતિક્રમણને સાંભળીને-જાણીને, સકળ સંયમની ભાવના કરવી તે જ વ્યવહા૨પ્રતિક્રમણનું સફળપણું-સાર્થકપણું છે એમ આ ગાથામાં કહ્યું છે ).
સમસ્ત આગમના સારાસારનો વિચાર કરવામાં સુંદર ચાતુર્ય તેમ જ ગુણસમૂહના ધરનાર નિર્યાપક આચાર્યોએ જે પ્રમાણે દ્રવ્યશ્રુતરૂપ પ્રતિક્રમણનામક સૂત્રમાં પ્રતિક્રમણને અતિ વિસ્તારથી વર્ણવ્યું છે, તે પ્રમાણે જાણીને જિનનીતિને અણઉલ્લંઘતો થકો જે સુંદરચારિત્રમૂર્તિ મહામુનિ સકળ સંયમની ભાવના કરે છે, તે મહામુનિને-કે જે (મહામુનિ) બાહ્ય પ્રપંચથી વિમુખ છે, પંચેંદ્રિયના ફેલાવ રહિત દેહમાત્ર જેને પરિગ્રહ છે અને પરમ ગુરુનાં ચરણોના સ્મરણમાં આસક્ત જેનું ચિત્ત છે, તેને-ત્યારે (તે કાળે ) પ્રતિક્રમણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com