________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમાર્થ–પ્રતિક્રમણ અધિકાર
[ ૧૫૫
मुक्त्वा वचनरचनां रागादिभाववारणं कृत्वा। आत्मानं यो ध्यायति तस्य तु भवतीति प्रतिक्रमणम्।। ८३ ।।
दैनं दैनं मुमुक्षुजनसंस्तूयमानवाङ्मयप्रतिक्रमणनामधेयसमस्तपापक्षयहेतुभूतसूत्रसमुदयनिरासोऽयम्।
यो हि परमतपश्चरणकारणसहजवैराग्यसुधासिन्धुनाथस्य राकानिशीथिनीनाथ: अप्रशस्तवचनरचनापरिमुक्तोऽपि प्रतिक्रमणसूत्रविषमवचनरचनां मुक्त्वा संसारलतामूलकंदानां निखिलमोहरागद्वेषभावानां निवारणं कृत्वाऽखंडानंदमयं निजकारणपरमात्मानं ध्यायति, तस्य खलु परमतत्त्वश्रद्धानावबोधानुष्ठानाभिमुखस्य सकलवाग्विषयव्यापारविरहितनिश्चयप्रतिक्रमणं भवतीति।
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः
અન્વયાર્થ – વનરવનાં] વચનરચનાને [મુન્દ્રા] છોડીને, [રામિાવવા૨i ] રાગાદિભાવોનું નિવારણ [ કૃત્વા ] કરીને, [૧] જે [માત્માનં] આત્માને [ ધ્યાયતિ] ધ્યાવે છે, [ Hચ તુ] તેને [પ્રતિદ્રમi ] પ્રતિક્રમણ [ મવતિ તિ] હોય છે.
ટીકા-દિને દિને મુમુક્ષુ જનો વડે ઉચ્ચારવામાં આવતો જે વચનમય પ્રતિક્રમણ નામનો સમસ્ત પાપક્ષયના હેતુભૂત સૂત્રસમુદાય તેનો આ નિરાસ છે (અર્થાત્ તેનું આમાં નિરાકરણખંડન કર્યું છે).
પરમ તપશ્ચરણના કારણભૂત સહજવૈરાગ્યસુધાસાગરને માટે પૂર્ણિમાનો ચંદ્ર એવો જે જીવ ( –પરમ તપનું કારણ એવો જે સહજ વૈરાગ્યરૂપી અમૃતનો સાગર તેને ઉછાળવ અર્થાત્ તેમાં ભરતી લાવવા માટે જે પૂર્ણ ચંદ્ર સમાન છે એવો જે જીવ) અપ્રશસ્ત વચનરચનાથી પરિમુક્ત (-સર્વ તરફથી છૂટેલો) હોવા છતાં પ્રતિક્રમણ સૂત્રની વિષમ (વિવિધ) વચનરચનાને (પણ) છોડીને સંસારલતાનાં મૂળ-કંદભૂત સમસ્ત મોહરાગદ્વેષભાવોનું નિવારણ કરીને અખંડ-આનંદમય નિજ કારણપરમાત્માને ધ્યાવે છે, તે જીવને-કે જે ખરેખર પરમતત્ત્વનાં શ્રદ્ધાન, જ્ઞાન અને અનુષ્ઠાનની સંમુખ છે તેને-વચનસંબંધી સર્વ વ્યાપાર વિનાનું નિશ્ચયપ્રતિક્રમણ હોય છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૨૪૪મા શ્લોક દ્વારા) કહ્યું છે કે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com