________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
कायकिरियाणियत्ती काउस्सग्गो सरीरगे गुत्ती। हिंसाइणियत्ती वा सरीरगुत्ति त्ति णिद्दिट्ठा ।। ७० ।।
कायक्रियानिवृत्तिः कायोत्सर्ग: शरीरके गुप्तिः।
हिंसादिनिवृत्तिर्वा शरीरगुप्तिरिति निर्दिष्टा।। ७० ।। निश्चयशरीरगुप्तिस्वरूपाख्यानमेतत्।
सर्वेषां जनानां कायेषु बह्वयः क्रिया विद्यन्ते, तासां निवृत्ति: कायोत्सर्गः, स एव गुप्तिर्भवति। पंचस्थावराणां त्रसानां च हिंसानिवृत्तिः कायगुप्तिर्वा। परमसंयमधरः परमजिनयोगीश्वरः यः स्वकीयं वपुः स्वस्य वपुषा विवेश तस्यापरिस्पंदमूर्तिरेव निश्चयकायगप्तिरिति।
तथा चोक्तं तत्त्वानुशासने
(મુનિશિરોમણિ ) પ્રશસ્ત-અપ્રશસ્ત મનવાણીના સમુદાયને છોડીને આત્મનિષ્ઠામાં પરાયણ રહેતો થકો, શુદ્ધનય અને અશુદ્ધનયથી રહિત એવા અનઘ (-નિર્દોષ) ચૈતન્યમાત્ર ચિંતામણિને પ્રાપ્ત કરીને, અનંત ચતુષ્ટયાત્મકપણા સાથે સર્વદા સ્થિત એવી જીવન્મુક્તિને પામે છે. ૯૪.
જે કાયકર્મનિવૃત્તિ કાયોત્સર્ગ તે તનગુપ્તિ છે; હિંસાદિની નિવૃત્તિને વળી કાયગુપ્તિ કહેલ છે. ૭૦.
અન્વયાર્થ:pયક્રિયાનિવૃત્તિ ] કાયકિયાઓની નિવૃત્તિરૂપ [ વાયો: ] કાયોત્સર્ગ [ શરીરજે મુક્તિ ] શરીરસંબંધી ગુપ્તિ છે; [T] અથવા [હિંસવિનિવૃત્તિ:] હિંસાદિની નિવૃત્તિને [ શરીરશુત્તિ: તિ] શરીરગુપ્તિ [ નિર્વેિદ ] કહી છે.
ટીકા:-આ, નિશ્ચયશરીરગુપ્તિના સ્વરૂપનું કથન છે.
સર્વ જનોને કાયાસંબંધી બહુ ક્રિયાઓ હોય છે; તેમની નિવૃત્તિ તે કાયોત્સર્ગ છે; તે જ ગુપ્તિ (અર્થાત્ કાયગુપ્તિ) છે. અથવા પાંચ સ્થાવરોની અને ત્રસોની હિંસાનિવૃત્તિ તે કાયગુપ્તિ છે. જે પરમસંયમધર પરમજિનયોગીશ્વર પોતાના (ચૈતન્યરૂપ) શરીરમાં પોતાના (ચૈતન્યરૂપ) શરીરથી પ્રવેશી ગયા, તેમની અપરિપંદમૂર્તિ જ (-અકંપા દશા જ) નિશ્ચયકાયગુપ્તિ છે.
એવી રીતે શ્રી તત્ત્વાનુશાસનમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com