________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦]
નિયમસાર
[ભગવાનશ્રી કુંદકુંદ
भवत्यहिंसा। तेषां मृतिर्भवतु वा न वा, प्रयत्नपरिणाममन्तरेण सावद्यपरिहारो न भवति। अत एव प्रयत्नपरे हिंसापरिणतेरभावादहिंसाव्रतं भवतीति।
तथा चोक्तं श्रीसमन्तभद्रस्वामिभि:
(શિરવરિળી) "अहिंसा भूतानां जगति विदितं ब्रह्म परमं न सा तत्रारम्भोऽस्त्यणरपि च यत्राश्रमविधौ। ततस्तत्सिद्धयर्थं परमकरुणो ग्रन्थमुभयं भवानेवात्याक्षीन्न च विकृतवेषोपधिरतः।।''
તથા દિ
અહિંસા છે. તેમનું મરણ થાઓ કે ન થાઓ, *પ્રયત્નરૂપ પરિણામ વિના સાવધપરિહાર (દોષનો ત્યાગ ) થતો નથી. આથી જ પ્રયત્નપરાયણને હિંસાપરિણતિનો અભાવ હોવાથી અહિંસાવ્રત હોય છે.
એવી રીતે (આચાર્યવર) શ્રી સમંતભદ્રસ્વામીએ (બૃહસ્વયંભૂસ્તોત્રમાં શ્રી નમિનાથ ભગવાનની સ્તુતિ કરતાં ૧૧૯મા શ્લોક દ્વારા ) કહ્યું છે કેઃ
“[ શ્લોકાર્થ:-1 જગતમાં વિદિત છે કે જીવોની અહિંસા પરમ બ્રહ્મ છે. જે આશ્રમની વિધિમાં લેશ પણ આરંભ છે ત્યાં (–તે આશ્રમમાં અર્થાત્ સગ્રંથપણામાં) તે અહિંસા હોતી નથી. માટે તેની સિદ્ધિને અર્થે, (હે નમિનાથ પ્રભુ !) પરમ કણાવંત એવા આપશ્રીએ બન્ને ગ્રંથને છોડ્યા (-દ્રવ્ય તેમ જ ભાવ બન્ને પ્રકારના પરિગ્રહને તજી નિગ્રંથપણું અંગીકૃત કર્યું), વિકૃત વેશ તથા પરિગ્રહમાં રત ન થયા.''
વળી (પ૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે):
* મુનિને (મુનિcોચિત) શુદ્ધપરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) દેહચેષ્ટાદિકસંબંધી
શુભોપયોગ તે વ્યવહાર-પ્રયત્ન છે. [ શુદ્ધપરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે; તે શુભોપયોગ તો વ્યવહાર-પ્રયત્ન પણ કહેવાતો નથી.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com