________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
[ ૧૦૭
अंतरंगहेतव इत्युक्ताः दर्शनमोहनीयकर्मक्षयप्रभृतेः सकाशादिति। अभेदानुपचाररत्नत्रयपरिणतेर्जीवस्य
टंकोत्कीर्णज्ञायकैकस्वभावनिजपरमतत्त्वश्रद्धानेन, तत्परिच्छित्तिमात्रांत-र्मुखपरमबोधेन, तद्रूपाविचलस्थितिरूपसहजचारित्रेण अभूतपूर्व: सिद्धपर्यायो भवति। यः परमजिनयोगीश्वरः प्रथमं पापक्रियानिवृत्तिरूपव्यवहारनयचारित्रे तिष्ठति, तस्य खलु व्यवहारनयगोचरतपश्चरणं भवति। सहजनिश्चयनयात्मकपरमस्वभावात्मकपरमात्मनि प्रतपनं तपः। स्वस्वरूपाविचलस्थितिरूपं सहजनिश्चयचारित्रम् अनेन तपसा भवतीति।
तथा चोक्तमेकत्वसप्ततौ
(અનુમ) ‘‘ર્શન નિશ્ચય: પુસિ વધસ્તકોઇ રૂગતો
स्थितिरत्रैव चारित्रमिति योगः शिवाश्रयः।।''
(સમ્યક્તપરિણામના) અંતરંગ હેતુઓ કહ્યા છે, કારણ કે તેમને દર્શનમોહનીયકર્મના ક્ષયાદિક
અભેદ–અનુ૫ચાર-રત્નત્રયપરિણતિવાળા જીવને, ટંકોત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે એવા નિજ પરમ તત્ત્વની શ્રદ્ધા વડે, તજ્ઞાનમાત્ર (–તે નિજ પરમ તત્ત્વના જ્ઞાનમાત્રસ્વરૂપ) એવા અંતર્મુખ પરમબોધ વડે અને તે-રૂપે (અર્થાત નિજ પરમ તત્ત્વરૂપે) અવિચળપણે સ્થિત થવારૂપ સહજચારિત્ર વડે *અભૂતપૂર્વ સિદ્ધપર્યાય થાય છે. જે પરમજિનયોગીશ્વર પહેલાં પાપક્રિયાથી નિવૃત્તિરૂપ વ્યવહારનયના ચારિત્રમાં હોય છે, તેને ખરેખર વ્યવહારનયગોચર તપશ્ચરણ હોય છે. સહજનિશ્ચયનયાત્મક પરમસ્વભાવસ્વરૂપ પરમાત્મામાં પ્રતપન તે તપ છે; નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજનિશ્ચયચારિત્ર આ તપથી હોય છે.
એવી રીતે એકત્વસતિમાં (શ્રીપાનંદી–આચાર્યદેવકૃત પદ્મનંદિપંચવિંતિકા નામના શાસ્ત્રને વિષે એકવસતિ નામના અધિકારમાં ૧૪મા શ્લોક દ્વારા ) કહ્યું છે કે:
“[શ્લોકાર્થ-] આત્માનો નિશ્ચય તે દર્શન છે, આત્માનો બોધ તે જ્ઞાન છે, આત્મામાં જ સ્થિતિ તે ચારિત્ર છે; આવો યોગ (અર્થાત્ આ ત્રણેની એક્તા) શિવપદનું કારણ
* અભૂતપૂર્વ = પૂર્વે કદી નહિ થયેલો એવો અપૂર્વ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com