________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધભાવ અધિકાર
[૮૩
भवति। औदयिकौपशमिकक्षायोपशमिकभावाः संसारिणामेव भवन्ति, न मुक्तानाम्। पूर्वोक्तभावचतुष्टयमावरणसंयुक्तत्वात् न मुक्तिकारणम्। त्रिकालनिरुपाधिस्वरूपनिरंजननिजपरमपंचमभावभावनया पंचमगतिं मुमुक्षवो यान्ति यास्यन्ति गताश्चेति।
अंचितपंचमगतये पंचमभावं स्मरन्ति विद्वान्सः। संचितपंचाचाराः किंचनभावप्रपंचपरिहीणाः।।५८ ।।
(માલિની) सुकृतमपि समस्तं भोगिनां भोगमूलं त्यजतु परमतत्त्वाभ्यासनिष्णातचित्तः। उभयसमयसारं सारतत्त्वस्वरूपं
भजतु भवविमुक्त्यै कोऽत्र दोषो मुनीशः।। ५९ ।। * પ્રક્ષોભના હેતુભૂત તીર્થંકરપણા વડ પ્રાપ્ત થતા સકળ-વિમળ કેવળજ્ઞાનથી યુક્ત તીર્થનાથને ( તેમ જ ઉપલક્ષણથી સામાન્ય કેવળીને) અથવા સિદ્ધભગવાનને હોય છે. ઔદયિક, ઔપથમિક અને ક્ષાયોપથમિક ભાવો સંસારીઓને જ હોય છે, મુક્ત જીવોને નહિ.
પૂર્વોક્ત ચાર ભાવો આવરણસંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી. ત્રિકાળ નિરુપાધિ જેનું સ્વરૂપ છે એવા નિરંજન નિજ પરમ પંચમભાવની (-પારિણામિકભાવની) ભાવનાથી પંચમગતિએ મુમુક્ષુઓ (વર્તમાન કાળે) જાય છે, (ભવિષ્ય કાળે ) જશે અને (ભૂત કાળે ) જતા.
[ હવે ૪૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોકો કહે છે: ]
[ શ્લોકાર્થ:- ] (જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યરૂપ) પાંચ આચારોથી યુક્ત અને કાંઈ પણ પરિગ્રહપ્રપંચથી સર્વથા રહિત એવા વિદ્વાનો પૂજનીય પંચમગતિને પ્રાપ્ત કરવા માટે પંચમભાવને સ્મરે છે. ૫૮.
[ શ્લોકાર્થ-] સઘળુંય સુકૃત (શુભ કર્મ, ભોગીઓના ભોગનું મૂળ છે; પરમ
* પ્રક્ષોભ = ખળભળાટ [ તીર્થકરના જન્મકલ્યાણકાદિ પ્રસંગે ત્રણે લોકમાં આનંદમય
ખળભળાટ થાય છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com