________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
कर्मस्थितिबंधस्थानानि।
ज्ञानावरणाद्यष्टविधकर्मणां
T
तत्तद्योग्यपुद्गलद्रव्यस्वाकारः प्रकृतिबन्धः, तस्य स्थानानि न भवन्ति । अशुद्धान्तस्तत्त्वकर्मपुद्गलयोः परस्परप्रदेशानुप्रवेशः प्रदेशबन्ध:, अस्य बंधस्य स्थानानि वा न भवन्ति । शुभाशुभकर्मणां निर्जरासमये सुखदुःखफलप्रदानशक्तियुक्तो ह्यनुभागबन्ध:, अस्य स्थानानां वा न चावकाशः । न च द्रव्यभावकर्मोदयस्थानानामप्यवकाशोऽस्ति इति ।
तथा चोक्तं श्रीअमृतचन्द्रसूरिभिः
(માલિની) ' न हि विदधति बद्धस्पृष्टभावादयोऽमी स्फुटमुपरि तरन्तोऽप्येत्य यत्र प्रतिष्ठाम्। अनुभवतु तमेव द्योतमानं समन्तात् जगदपगतमोहीभूय सम्यक्स्वभावम्।।
તથા હિ
ખરેખર દ્રવ્યકર્મના જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધનાં સ્થાનો નથી. જ્ઞાનાવરણાદિ અવિધ કર્મોમાંના તે તે કર્મને યોગ્ય એવો જે પુદ્ગલદ્રવ્યનો સ્વ-આકાર તે પ્રકૃતિબંધ છે; તેનાં સ્થાનો (નિરંજન નિજ ૫૨માત્મતત્ત્વને ) નથી. અશુદ્ધ અંતઃતત્ત્વના ( -અશુદ્ધ આત્માના ) અને કર્મપુદ્દગલના પ્રદેશોનો પરસ્પર પ્રવેશ તે પ્રદેશબંધ છે; આ બંધનાં સ્થાનો પણ (નિરંજન નિજ પરમાત્મતત્ત્વને ) નથી. શુભાશુભ કર્મની નિર્જરાના સમયે સુખદુઃખરૂપ ફળ દેવાની શક્તિવાળો તે અનુભાગબંધ છે; આનાં સ્થાનોનો પણ અવકાશ (નિરંજન નિજ પરમાત્મતત્ત્વને વિષે ) નથી. વળી દ્રવ્યકર્મ તથા ભાવકર્મના ઉદયનાં સ્થાનોનો પણ અવકાશ (નિરંજન નિજ ૫રમાત્મતત્ત્વને વિષે ) નથી.
એવી રીતે આચાર્યદેવ ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ ( શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૧૧ મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
[ ૭૯
[ શ્લોકાર્થ:- ] જગત મોહરહિત થઈને સર્વ તરફથી પ્રકાશમાન એવા તે સમ્યક્ સ્વભાવને જ અનુભવો કે જેમાં આ બĀસ્પષ્ટત્વ આદિ ભાવો ઉત્પન્ન થઈને સ્પષ્ટપણે ઉ૫૨
તરતા હોવા છતાં ખરેખર સ્થિતિ પામતા નથી.
1
વળી (૪૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે ):
Please inform us of any errors on rajesh@Atma Dharma.com