________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
અજીવાર
૬૫
બીજા અધિકા૨નો સાર
મોક્ષમાર્ગમાં મુખ્ય અભિપ્રાય કેવળજ્ઞાનાદિ ગુણસંપન્ન આત્માનું સ્વરૂપ સમજાવવાનો છે. પરંતુ જેવી રીતે સોનાની ઓળખાણ કરાવવા માટે સોના સિવાય પિત્તળ આદિનું સ્વરૂપ સમજાવવું અથવા હીરાની ઓળખાણ કરાવવા માટે હીરા સિવાય કાચની ઓળખાણ કરાવવી જરૂરી છે, તેવી જ રીતે જીવ પદાર્થનું સ્વરૂપ દઢ કરાવવાને માટે શ્રીગુરુએ અજીવ પદાર્થનું વર્ણન કર્યું છે. અજીવ તત્ત્વ જીવ તત્ત્વથી સર્વથા ભિન્ન છે અર્થાત્ જીવનું લક્ષણ ચેતન અને અજીવનું લક્ષણ અચેતન છે. આ અચેતન પદાર્થ પુદ્ગલ, આકાશ, ધર્મ, અધર્મ કાળ નામના પાંચ પ્રકારના છે. તેમનામાંથી પાછળના ચાર અરૂપી અને પહેલો પુદ્દગલ રૂપી અર્થાત્ ઈન્દ્રિયગોચર છે, પુદ્દગલ દ્રવ્ય સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળું છે. એ જીવ દ્રવ્યનાં ચિહ્નોથી સર્વથા પ્રતિકૂળ છે, જીવ સચેતન છે તો પુદ્ગલ અચેતન છે, જીવ અરૂપી છે તો પુદ્ગલ રૂપી છે, જીવ અખંડ છે તો પુદ્ગલ સખંડ છે (ખંડસહિત) છે મુખ્યપણે જીવને સંસારમાં ભટકવામાં આ જ પુદ્ગલ નિમિત્ત કારણ છે, આ જ પુદ્ગલમય શરીરથી તે સંબદ્ધ છે, આ જ પુદ્દગલમય કર્મોથી તે સર્વાત્મપ્રદેશોમાં જકડાયેલો છે, આજ પુદ્ગલોના નિમિત્તથી તેની અનંત શક્તિઓ ઢંકાઈ રહી છે, આ જ પુદ્દગલોના નિમિત્તથી તેમાં વિભાવ ઉત્પન્ન થાય છે, અજ્ઞાનના ઉદયમાં તે આ જ પુદ્ગલોને લીધે રાગ-દ્વેષ કરે છે અથવા આ જ પુદ્દગલોમાં ઈષ્ટ-અનિષ્ટની કલ્પના કરે છે, જો પુદ્દગલ ન હોત તો આત્મામાં અન્ય વસ્તુનો સંબંધ ન થાત, તેમાં વિકાર અથવા રાગ-દ્વેષ ન થાત, સંસારમાં પરિભ્રમણ ન થાત, સંસારમાં જેટલું નાટક છે તે બધું પુદ્દગલનિત છે.
તમે શરીરમાં કયાંય ચિમટીથી દબાવશો તો તમને જણાશે કે આપણને
દબાવવામાં આવેલ છે-આપણને દુ:ખનું જ્ઞાન થયું છે. બસ, આ જાણવાની શક્તિ રાખનાર જીવ તે તમે જ છો, ચૈતન્ય છો, નિત્ય છો, આત્મા છો. આત્મા સિવાય એક બીજો પદાર્થ જેને તમે ચિમટીથી દબાવ્યો છે તે નરમ જેવો કાંઈક મેલો કાળા
જેવો, ખારા જેવો, કાંઈક સુગંધ-દુર્ગંધવાળો જણાય છે તેને શરીર કહે છે. આ શરીર જડ છે, અચેતન છે, નાશવાન છે, ૫૨૫દાર્થ છે, આત્મસ્વભાવથી ભિન્ન છે. આ શરીરમાં અ ંબુદ્ધિ કરવી અર્થાત્ શરીર અને શરીર સંબંધી ધન, સ્ત્રી, પુત્રાદિને પોતાનાં માનવાં એ મિથ્યાજ્ઞાન છે. લક્ષણભેદ દ્વારા નિજ આત્માને સ્વ અને આત્મા સિવાય બધા ચેતન-અચેતન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com