________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૬૪
સમયસાર નાટક
અર્થ:- આ હૃદયમાં અનાદિકાળથી મિથ્યાત્વરૂપ મહા અજ્ઞાનની વિસ્તૃત નાટયશાળા છે, તેમાં બીજું કાંઈ શુદ્ધ સ્વરૂપ નથી દેખાતું, માત્ર એક પુદ્દગલ જ ઘણો મોટો નાચ કરી રહ્યું છે, તે અનેકરૂપ પલટે છે અને રૂપ આદિનો વિસ્તાર કરીને જુદા જુદા ખેલ બતાવે છે; પરંતુ મોહ અને જડથી ભિન્ન સમ્યગ્દષ્ટિ આત્મા તે નાટકનો માત્ર જોનાર છે (હર્ષ-વિષાદ નથી કરતો ). ૧૩.
ભેદવિજ્ઞાનનું પરિણામ (સવૈયા એકત્રીસા ) जैसैं करवत एक काठ बीच खंड करै,
जैसे राजहंस निरवारै दूध जलकौं । तैसैं भेदग्यान निज भेदक-सकतिसेती,
भिन्न भिन्न करै चिदानंद पुदगलकौ ।। अवधिकौं धावै मनपर्यैकी अवस्था पावै,
उमगिकै आवै परमावधिके थलकौं । याही भांति पूरन सरूपकौ उदोत धरै,
करै प्रतिबिंबित पदारथ सकलकौं ।। १४।। શબ્દાર્થ:- ખંડ–ટુકડા. નિરવારૈ=જુદા કરે. સેતી=વડે. ઉમગિકૈં=વધીને.
અર્થ:- જેમ કરવત લાકડાના બે ટુકડા કરી નાખે છે,અથવા જેમ રાજહંસ દૂધ અને પાણીને જુદા કરી દે છે તેવી જ રીતે ભેદવજ્ઞાન પોતાની ભેદક-શક્તિથી જીવ અને પુદ્ગલને જુદા જુદા કરે છે. પછી એ ભેદવિજ્ઞાન ઉન્નતિ કરતાં કરતાં અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને પરમાવધિજ્ઞાનની અવસ્થાને પ્રાપ્ત થાય છે. અને એ રીતે વૃદ્ધિ કરીને પૂર્ણ સ્વરૂપના પ્રકાશ અર્થાત્ કેવળજ્ઞાનસ્વરૂપ થઈ જાયછે જેમાં લોક–અલોકના સર્વ પદાર્થો પ્રતિબિંબિત થાય છે. ૧૪
એ પ્રમાણે જીવાજીવાધિકાર પૂર્ણ થયો. ૨.
इत्थं ज्ञानक्रकचकलनापाटनं नाटयित्वा
जीवाजीवौ स्फुटविघटनं नैव यावत्प्रयातः। विश्वं व्याप्तप्रसभविकसद्व्यक्तचिन्मात्रशक्त्या
ज्ञातृद्रव्यं स्वयमतिरसात्तावदुच्चैश्चकाशे ।। १३ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com