________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
७८
સમયસાર નાટક
ભેદવિજ્ઞાની જીવ કર્મનો કર્તા નથી, માત્ર દર્શક છે.
(सवैया मेत्रीस) जैसैं राजहंसके वदनके सपरसत,
देखिये प्रगट न्यारौ छीर न्यारौ नीर है। तैसैं समकितीकी सुदृष्टिमैं सहज रूप,
न्यारौ जीव न्यारौ कर्म न्यारौ ही सरीर है।। जब सुद्ध चेतनको अनुभौ अभ्यासै तब ,
भासै आपु अचल न दूजौ और सीर है। पूरव करम उदै आइके दिखाई देइ,
करता न होय तिन्हको तमासगीर है।।१५।। शार्थ:- १६नभुप. स५२सत. (स्पर्शत )=२७पाथी. ७२(क्षी२) दूध. नी२= l. (मासै हेपाय छे. सी२=साथी. तमासगी२ शs.
અર્થ- જેવી રીતે હંસના મુખનો સ્પર્શ થવાથી દૂધ અને પાણી જુદાં જુદાં થઈ જાય છે, તેવી જ રીતે સમ્યગ્દષ્ટિ જીવોની સૃષ્ટિમાં સ્વભાવથી જ જીવ, કર્મ અને શરીર ભિન્ન ભિન્ન ભાસે છે. જ્યારે શુદ્ધ ચૈતન્યના અનુભવનો અભ્યાસ થાય ત્યારે પોતાનું અચળ આત્મદ્રવ્ય પ્રતિભાસિત થાય છે, તેનો કોઈ બીજા સાથે મેળ દેખાતો નથી. હા, પૂર્વે બાંધેલાં કર્મો ઉદયમાં આવેલાં દેખાય છે પણ અહંબુદ્ધિના અભાવમાં તેમનો કર્તા નથી થતો, માત્ર જોનાર રહે છે. ૧૫.
ज्ञानाद्विवेचकतया तु परात्मनोर्यो
जानाति हंस इव वाःपयसोर्विशेषं। चैतन्यधातुमचलं स सदाधिरूढो
जानीत एव हि करोति न किञ्चनापि।।१४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com