SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ગુજરાતી ટીકા પરિશિષ્ટ-૧ ] [ ૬૩૧ તથા જે સ્વરૂપની પ્રાપ્તિને માટે પ્રવૃત્તિ કરે છે તે દર્શન-જ્ઞાન-ચારિત્ર નામવાળાં રત્નત્રય છે; તે કોઈ જુદી ચીજ નથી પરંતુ તે-મય આત્મા જ છે અર્થાત્ આત્મા તે રત્નત્રયથી જુદો નથી પણ તન્મય જ છે. અપાદાનસ્વરૂપની સાથે અભેદપણું यस्मात्पश्यति जानाति स्वस्वरुपाच्चरत्यपि। दर्शनज्ञानचारित्रत्रयमात्मैव તન્મય:।। ૬૨૦૦ અર્થ:- જે નિજસ્વરૂપથી દેખે છે, નિજસ્વરૂપથી જાણે છે તથા નિજસ્વરૂપથી વર્તે છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ રત્નત્રય છે; તે બીજું કોઈ નથી પણ તન્મય થયેલો આત્મા જ છે. સંબંધી સ્વરૂપ સાથે અભેદપણું यस्य पश्यति जानाति स्वस्वरुपस्य चरत्यपि। दर्शनज्ञानचारित्रत्रयमात्मैव તન્મય:।। રૂ|| અર્થ:- જે નિજસ્વરૂપના સંબંધને દેખે છે, નિજસ્વરૂપના સંબંધને જાણે છે તથા નિજસ્વરૂપના સંબંધની પ્રવૃત્તિ કરે છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય છે. તે આત્માથી જુદી બીજી કોઈ ચીજ નથી પણ આત્મા જ તન્મય છે. આધા૨સ્વરૂપ સાથે અભેદપણું यस्मिन् पश्यति जानाति स्वस्वरुपे चरत्यपि । दर्शनज्ञानचारित्रत्रयमात्मैव તન્મય:।। ૪ ।। અર્થ:- જે નિજસ્વરૂપમાં દેખે છે, જે નિજસ્વરૂપમાં જાણે છે તથા જે નિજસ્વરૂપમાં સ્થિર થાય છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય છે. તે આત્માથી કોઈ ભિન્ન વસ્તુ નથી પણ આત્મા જ તન્મય છે. ક્રિયાસ્વરૂપનું અભેદપણું ये स्वभावाद् दृशिज्ञप्तिचर्यारुपक्रियात्मकाः। दर्शनज्ञानचारित्रत्रयमात्मैव તન્મય:।। ।। અર્થ:- જે દેખવારૂપ, જાણવારૂપ તથા ચારિત્રરૂપ ક્રિયાઓ છે તે દર્શન-જ્ઞાન Please inform us of any errors on [email protected]
SR No.008267
Book TitleMoksh shastra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRam Manekchand Doshi
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages710
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy