________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૩ર ]
[ મોક્ષશાસ્ત્ર ચારિત્રરૂપ રત્નત્રય છે; પરંતુ એ ક્રિયાઓ આત્માથી કોઈ જુદી ચીજ નથી. તન્મય આત્મા જ છે.
ગુણસ્વરૂપનું અભેદપણું ___दर्शनज्ञानचारित्रगुणानां य इहाश्रयः।
दर्शनज्ञानचारित्रत्रयमात्मैव तन्मयः।। १६ ।। અર્થ:- જે દર્શન, જ્ઞાન, ચારિત્ર ગુણોનો આશ્રય છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય છે. દર્શનાદિ ગુણો આત્માથી જુદી કોઈ ચીજ નથી પરંતુ આત્મા જ તન્મય થયો માનવો જોઈએ અથવા આત્મા તન્મય જ છે.
પર્યાયોના સ્વરૂપનું અભેદપણું दर्शनज्ञानचारित्रपर्यायाणां य आश्रयः।
दर्शनज्ञानचारित्रत्रयमात्मैव स स्मृतः।। १७ ।। અર્થ- સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય પર્યાયોનો જે આશ્રય છે તે દર્શન-જ્ઞાનચારિત્રરૂપ રત્નત્રય છે. રત્નત્રય આત્માથી કોઈ જુદી ચીજ નથી, આતમાં જ તન્મય થઈને રહે છે અથવા તન્મય જ આત્મા છે. આત્મા તેનાથી કોઈ જુદી ચીજ નથી.
પ્રદેશ સ્વરૂપનું અભેદપણું दर्शनज्ञानचारित्रप्रदेशा ये प्ररुपिताः।
__ दर्शनज्ञानचारित्रमयस्यात्मन एव ते।। १८ ।। અર્થ:- દર્શન-જ્ઞાન-ચારિત્રના જે પ્રદેશો બતાવવામાં આવ્યા છે તે આત્માના પ્રદેશોથી કાંઈ ભિન્ન નથી. દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્માના જ તે પ્રદેશો છે. અથવા દર્શન-જ્ઞાન-ચારિત્રના પ્રદેશરૂપ જ આત્મા છે અને તે જ રત્નત્રય છે. જેમ આત્માના પ્રદેશો અને રત્નત્રયના પ્રદેશો ભિન્ન ભિન્ન નથી તેમ પરસ્પર દર્શનાદિ ત્રણેના પ્રદેશો પણ ભિન્ન નથી, તેથી આત્મા અને રત્નત્રય ભિન્ન નથી પણ આત્મા તન્મય જ છે.
અગુરુલઘુસ્વરૂપનું અભેદપણું दर्शनज्ञानचारित्रागुरुलघ्वावाहया गुणाः ।
___ दर्शनज्ञानचारित्रत्रयस्यात्मन एव ते।। १९ ।। । અર્થ- અગુરુલઘુ નામનો ગુણ હોવાથી વસ્તુમાં જેટલા ગુણો છે તે એ સીમાથી અધિક પોતાની હાનિ-વૃદ્ધિ કરતા નથી; એ જ બધા દ્રવ્યોમાં અગુરુલઘુગુણનું પ્રયોજન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com