________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૩૦]
[ મોક્ષશાસ્ત્ર અવલંબન પ્રગટયું નથી અને વ્યવહારને તો હેય માનીને અશુભમાં રહ્યા કરે છે. તેઓ નિશ્ચયને લક્ષે શુભમાં પણ જતા નથી તો પછી તેઓ નિશ્ચય સુધી પહોંચી શકે નહીં-એ નિર્વિવાદ છે.
આ શ્લોકમાં અભેદ રત્નત્રયનું સ્વરૂપ કૃદંત શબ્દો દ્વારા કર્તૃભાવ-સાધન શબ્દોનું અભેદપણું બતાવીને સિદ્ધ કર્યું. હવે આગળના શ્લોકોમાં ક્રિયાપદોદ્ધારા કર્તાકર્મભાવ વગેરેમાં વિભક્તિનું રૂપ દેખાડીને અભેદ સિદ્ધ કરે છે.
નિશ્ચયરત્નત્રયનું કર્તા સાથે અભેદપણું पश्यति स्वस्वरूपं यो जानाति च चरत्यपि।
दर्शनज्ञानचारित्रत्रयमात्मैव स स्मृतः।। ८ ।। અર્થ:- જે નિજસ્વરૂપને દેખે છે, નિજસ્વરૂપને જાણે છે અને નિજસ્વરૂપ અનુસાર પ્રવૃત્તિ કરે છે તે આત્મા જ છે, તેથી દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણરૂપ આત્મા જ છે.
કર્મરૂપ સાથે અભેદપણું पश्यति स्वस्वरुपं यं जनाति च चरत्यपि।
___ दर्शनज्ञानचारित्रत्रयमात्मैव तन्मयः।। ९ ।। અર્થ- જે પોતાના સ્વરૂપને દેખવામાં આવે છે, પોતાના સ્વરૂપને જાણવામાં આવે છે અને પોતાના સ્વરૂપને ધારણ કરવામાં આવે છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય છે, પરંતુ તન્મય આત્મા જ છે તેથી આત્મા જ અભેદરૂપથી રત્નત્રયરૂપ છે.
કરણરૂપની સાથે અભેદપણું दृश्यते येन रुपेण ज्ञायते चर्यतेपि च।
दर्शनज्ञानचारित्रत्रयमात्मैव तन्मयः।। १० ।। અર્થ:- જે નિજસ્વરૂપ દ્વારા દેખવામાં આવે છે. નિજસ્વરૂપ દ્વારા જાણવામાં આવે છે અને નિજસ્વરૂપ દ્વારા સ્થિરતા થાય છે તે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રય છે. તે કોઈ જુદી ચીજ નથી, પણ તન્મય આત્મા જ અભેદરૂપથી રત્નત્રયરૂપ છે.
સંપ્રદાનરૂપની સાથે એભદપણું यस्मै पश्यति जानाति स्वरूपाय चरत्यपि।
दर्शनज्ञानचारित्रत्रयमात्मैव तन्मयः ।। ११ ।। અર્થ - જે સ્વરૂપની પ્રાપ્તિ માટે દેખે છે. જે સ્વરૂપની પ્રાપ્તિને માટે જાણે છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com