________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
અ. ૧૦ ઉપસંહાર ]
[ ૬૧૯
નથી પણ બધી સભા ગાયનને વખાણે તેથી તે પણ વખાણે છે: તેમ જ્ઞાની જીવો તો મોક્ષનું સ્વરૂપ જાણીને તેને ઉત્તમ કહે છે, તેથી અજ્ઞાની જીવ પણ સમજ્યા વગર ઉપર પ્રમાણે કહે છે.
પ્રશ્ન:- અજ્ઞાની જીવ સિદ્ધના સુખની અને સ્વર્ગના સુખની જાતિ એક જાણે છે–એમ શા ઉ૫૨થી કહી શકાય ?
ઉત્ત૨:- જે સાધનનું ફળ તે સ્વર્ગ માને છે તે જ જાતના સાધનનું ફળ તે મોક્ષ માને છે. તે એમ માને છે કે તે જાતનું થોડું સાધન હોય તો તેનાથી ઇંદ્રાદિ પદ મળે અને જેને તે સાધન સંપૂર્ણ હોય તે મોક્ષ પામે છે. એ પ્રમાણે બન્નેના સાધનની એક જાતિ માને છે, તેથી તેનાં કાર્યની (સ્વર્ગ તથા મોક્ષની) પણ એક જાતિ હોવાનું તેને શ્રદ્ધાન છે-એમ નક્કી થાય છે. ઇંદ્ર વગેરેને જે સુખ છે તે તો કષાયભાવોથી આકુળતારૂપ છે, તેથી પરમાર્થે તે દુઃખી છે, અને સિદ્ધને તો કષાયરહિત અનાકુળ સુખ છે. માટે એમ સમજવું કે તે બન્નેની જાતિ એક નથી. સ્વર્ગનું કારણ તો પ્રશસ્ત રાગ છે અને મોક્ષનું કારણ વીતરાગભાવ છે. એ રીતે તે બન્નેના કા૨ણમાં ફેર છે. જે જીવોને આ ભાવ ભાસતો નથી તેને મોક્ષતત્ત્વનું સાચું શ્રદ્ધાન નથી.
૨. અનાદિ કર્મબંધન નષ્ટ થવાની સિદ્ધિ
શ્રી તત્ત્વાર્થસારના આઠમા અધ્યાયમાં કહ્યું છે કેआधभावान्नभावस्य कर्मबंधनसंततेः।
श्रन्ताभाव प्रसज्येत दृष्टत्वादन्तबीजवत्।।६॥
ભાવાર્થ:- જે વસ્તુની ઉત્પત્તિનો આધસમય ન હોય તે અનાદિ કહેવાય છે, તેનો કદી અંત થતો નથી. જો અનાદિ પદાર્થનો અંત થઈ જાય તો સત્નો વિનાશ થાય છે એમ માનવું પડે. પરંતુ સત્નો નાશ થવો તે સિદ્ધાંતથી અને યુક્તિથી વિરુદ્ધ છે.
આ ન્યાયને કારણે, આ પ્રકરણમાં એવી શંકા ઉપસ્થિત થઈ શકે કે-અનાદિ કર્મબંધનની સંતતિનો નાશ કેમ થઈ શકે? અર્થાત્ કર્મબંધનનો કોઈ આઘસમય નથી તેથી તે અનાદિ છે, અને જે અનાદિ હોય તેનો અંત પણ થવો ન જોઈએ, માટે જેમ કર્મબંધન અનાદિથી ચાલ્યું આવે છે તેમ અનંતકાળ સુધી સદા જીવની સાથે રહેવું જોઈએ. એટલે તેનું ફળ એ થશે કે કર્મબંધનથી જીવ કદી મુક્ત થઈ શકશે નહિ.
આ શંકામાં બે પ્રકાર રહેલા છે- (૧) આ જીવને કર્મબંધ કદી છૂટવો ન જોઈએ, અને (૨) ર્મત્વરૂપ જે પુદ્દગલો છે તેમાં કર્મત્વ સદા ચાલુ રહેવું જોઈએ; કેમ કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com