________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૧૮ ]
[ મોક્ષશાસ્ત્ર અલ્પ છે, તેનાથી સંખ્યાતગુણા ચાર જ્ઞાનથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે અને તેનાથી સંખ્યાતગુણા ત્રણ જ્ઞાનથી કેવળજ્ઞાન
પ્રગટાવી સિદ્ધ થાય છે. (૯) અવગાહના- જઘન્ય અવગાહનાથી સિદ્ધ થનારા જીવો અલ્પ છે,
તેનાથી સંખ્યાતગુણા ઉત્કૃષ્ટ અવગાહનાથી અને તેનાથી
સંખ્યાતગુણા મધ્યમ અવગાહનાથી સિદ્ધ થાય છે. (૧૦) અંતર- છ માસના અંતરવાળા સિદ્ધ સર્વથી થોડા છે અને તેનાથી
સંખ્યાતગુણા એક સમયના અંતરવાળા સિદ્ધ થાય છે. (૧૧) સંખ્યા - ઉત્કૃષ્ટપણે એક સમયમાં એકસો આઠ જીવો સિદ્ધ થાય
છે, તેનાથી અનંતગુણા એક સમયમાં ૧૦૭ થી લઈને ૫૦ સુધી સિદ્ધ થાય છે, તેનાથી અસંખ્યાત ગુણા જીવો એક સમયમાં ૪૯ થી ૨૫ સુધી સિદ્ધ થનારા છે, અને તેનાથી સંખ્યાતગુણા એક
સમયમાં ૨૪ થી માંડીને ૧ સુધી સિદ્ધ થનારા જીવો છે. એ રીતે બાહ્ય નિમિત્તોની અપેક્ષાએ સિદ્ધોમાં ભેદની કલ્પના કરવામાં આવી છે; વાસ્તવમાં અવગાહના ગુણ સિવાયના બીજા આત્મીય ગુણોની અપેક્ષાએ તેમનામાં કાંઈ ભેદ નથી. અહીં એમ ન સમજવું કે “એક સિદ્ધમાં બીજા સિદ્ધ ભળી જાય છેમાટે ભેદ નથી.' સિદ્ધદશામાં પણ દરેક જીવો જુદે જુદા જ રહે છે, કોઈ જીવો એકબીજામાં ભળી જતા નથી. IT ૯T
ઉપસંહાર ૧. મોક્ષતત્ત્વની માન્યતા સંબંધી થતી ભૂલ અને તેનું નિરાકરણ
કેટલાક જીવો એમ માને છે કે, સ્વર્ગના સુખ કરતાં અનંતગણું સુખ મોક્ષમાં છે. પણ તે માન્યતા મિથ્યા છે, કેમકે એ ગુણાકારમાં તે સ્વર્ગ અને મોક્ષના સુખની જાતિ એક ગણે છે; સ્વર્ગમાં તો વિષયાદિ સામગ્રીજનિત ઇન્દ્રિય-સુખ હોય છે. તેની જાતિ તેને ભાસે છે, પણ મોક્ષમાં વિષયાદિ સામગ્રી નથી એટલે ત્યાંના અતીન્દ્રિય સુખની જાતિ તેને ભાસતી નથી. પરંતુ મહાપુરુષો મોક્ષને સ્વર્ગ થી ઉત્તમ કહે છે તેથી તે અજ્ઞાની પણ સમજ્યા વગર બોલે છે. જેમ કોઈ ગાયનના સ્વરૂપને તો ઓળખતો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com